ન્યૂઝ ટોટલ.

*દેશવ્યાપી લોકડાઉન લંબાવાયુંઃ 17 મે સુધી અમલમાં રહેશે*

*કેન્દ્ર સરકારે દાવો કર્યો હતો*
કે જો 16 મે સુધી દેશના લોકો લોકડાઉનનું પાલન કરશે તો કોઈ નવો કેસ સામે નહી આવી શકે. એટલેે કે ભારતમાંથી કોરોનાને ખતમ કરી શકાશે.

*ઉલ્લેખનીય છે કે*
લોકડાઉનની અવધિ 17 મે સુધી વધારી દેવામાં આવી છે. કારણ કે અત્યારે લોકડાઉન ખૂલે તો સ્થિતિ વિકટ બની શકે છે અને એટલા માટે જ કેન્દ્ર સરકાર દ્વારા આ ખરેખર મહત્વનો અને યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો છે.
*************
*♦️રેડ ઝોનના નિયમો♦️*
માસ્ક.સેનિટાઈઝર, સાબુથી હાથ ધોવા ફરજીયાત
રેડઝોનમાં લોકડાઉનના નિયમનો સંપુર્ણ અમલ
માત્ર જીવન જરુરિયાતની ચીજ વસ્તુ દુકાન ખુલ્લી રહેશે
કોઈ પણ વ્યકિતની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ
ખાનગી વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ
ઘરની બહાર અને ધાબા પર પણ બેસી ન શકાય
કોઈ પણ ઉદ્યોગ કે ફેકટરી શરુ ના થઈ શકે
કોઈ પબ્લિક સંસ્થાઓ ના ખુલી શકે
હેર સલુન, ગુટખા- પાન મસાલાના વેચાણ પર પ્રતિબંધ
મોલ-મલ્ટીપ્લેક્સ પર સંપૂર્ણ પ્રતિંબંધ
નાના-મોટા માર્કેટ પણ ના ખોલી શકાય
જાહેરમાં થુંકવા પર પ્રતિબંધ
તંત્રની મંજુરીથી કલીનીક- દવાખાનાઓ શરુ થઈ શકે
**********************
*🧡ઓરેન્જ ઝોનના નિયમો🧡*
માસ્ક.સેનિટાઈઝર, સાબુથી હાથ ધોવા ફરજીયાત
આ ઝોનમાં પ્રશાસનની મંજુરી જરુરી
જીવનજરુરિયાત ચીજવસ્તુ વેચી શકાય
શાકભાજી- અનાજના વાહનોની હેરફેર
મજુરોથી ચાલતી ફેકટરીઓ શરુ કરી શકાય
ટુ વ્હીલર માત્ર એક સવારી બેસી શકા
ફોર વ્હીલરમાં માત્ર 2 લોકોને બેસી શકાય
મોલ- મલ્ટીપ્લેક્સ પર સંપૂર્ણ પ્રતિબંધ
મોબાઈલ રિચાર્જ શોપ, ફલોર ફેકટરીઓ શરુ થઈ શકે
આઈટી ઈન્ડન્સ્ટ્રીઝ તંત્રની મંજુરીથી ચાલી શકે
દવા બનાવતી ફેકટરીઓ ચાલુ રહી શકે છે
દરેક વેપારીઓ, ફેરિયાઓ માટે માસ્ક ફરજીયાત
સેનિટાઈઝરની સુવિધા ફરજીયાત
હેર સલુન ખોલવા તંત્રની મંજુરી જરુરી
જાહેરમાં થુંકવા પર પ્રતિબંધ
કલીનીક- દવાખાનાઓ શરુ થઈ શકે છે
પ્રશાસનની મંજુરીથી પબ્લિક વાહનો શરુ થઈ શકે છે
*****************
*💚ગ્રીન ઝોનના નિયમો💚*
લોકોએ માસ્કનો ઉપયોગ કરવો ફરજીયાત
માસ્ક.સેનિટાઈઝર, સાબુથી હાથ ધોવા ફરજીયાત
ગ્રીન ઝોનમાં પણ તંત્રની મંજુરી જરુરી
અનાજ- માલ સામાનના ટ્રકો ફરી શકે
ઉદ્યોગો –ફેકટરીઓ શરુ કરી શકાય છે
દવા- ઈલેકટ્રીસિટી કંપનીઓ ચાલુ રહી શકે છે
ખેત-પેદાશ- ખેત ઓઝારો વેચી શકાય છે
માત્ર નાની દુકાનો ખોલી શકાય છે
કામદારો- મજુરોને લાવવા માટે વાહનોનો ઉપયોગ થઈ શકે છે
દરેક વેપારીઓ, ફેરિયાઓ માટે માસ્ક ફરજીયાત
સુપર માર્કેટમાં પણ માસ્ક ફરજીયાત
સેનિટાઈઝરની સુવિધા ફરજીયાત
હેર સલુન ખોલવા માટે તંત્રની મંજુરી જરુરી
જાહેરમાં થુંકવા પર પ્રતિબંધ
કલીનીક- દવાખાઓ શરુ થઈ શકે છે
પ્રશાસનની મંજુરીથી પબ્લિક ટ્રાન્સપોર્ટ વાહનો શરુ થઈ શકે છે
***************
*ગુજરાતમાં કોરોનાના નવા 326 કેસઃ અમદાવાદના 267*
નવા 326 કેસ પર નજર કરીએ તો, અમદાવાદમાં 267, સુરતમાં 26, વડોદરામાં 19, મહીસાગરમાં 6, પંચમહાલમાં 3, બનાસકાંઠા-બોટાદ-ગાંધીનગર-કચ્છ-પાટણમાં 1 કેસ નોંધાયો છે. આમ, રાજ્યમાં આજે કુલ 4721 કેસ નોંધાયા છે. આરોગ્ય ખાતાના આંકડા મુજબ, ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી કુલ 236 લોકોના મોત થયા છે અને કુલ 736 લોકો સ્વસ્થ થઈને ઘરે ગયા છે.
*********
*SVPના કર્મચારીઓની હડતાળ સમેટાઈ*
અમદાવાદઃ શહેર કોરોના વાઈરસને કારણે રેડ ઝોનમાં છે. દેશમાં હવે લોકડાઉન 17 મે સુધી લંબાવવામાં આવ્યું છે. કોરોનાનાં જે દર્દીઓ છે, એમાંથી 150 કરતાં પણ વધુ દર્દીઓની સારવાર અહીંની SVP હોસ્પિટલમાં થઈ રહી છે, મ્યુનિસિપલ કમિશનરે ફેસબુક લાઇવમાં પણ SVP હોસ્પિટલ ફુલ થઈ હોવાનું કહ્યું હતું. ગત્ દિવસોમાં હોસ્પિટલમાં કોરોના વાઇરસને લીધે સાત દર્દીઓનાં મોત થયાં હતાં. જેથી કોરોના વાઇરસનની દહેશત વચ્ચે SVP હોસ્પિટલના કામ કરતા પેરા મેડિકલ સ્ટાફ દ્વારા મેડિકલ ચેકઅપ સહિતની વિવિધ માગણીઓ કરવામાં આવી હતી અને આ માગ ના સ્વીકારવામાં આવતાં કર્મચારીઓ દ્વારા અચાનક હડતાળ પણ કરવામાં આવી હતી.
***********
*❤️ગ્રીન ઝોન વિસ્તારોમાં ખુલશે પાન મસાલાની દુકાનો💚*
ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પાન મસાલા ખાવાનું ચલણ એટલી હદે વધુ છે કે, લોકો લોકડાઉન ખુલે કે ના ખુલે પણ પાનના ગલ્લા ખુલવા જોઈએ તેવું બોલતા જોવા મળે છે, ત્યારે પાન મસાલાના શોખીનો માટે સારા સમાચાર એ છે કે, ગુજરાતમાં પાનના ગલ્લાને ખોલવાની છૂટ અપાઇ છે. પણ તેમાં શરત એ જ છે કે, ગુજરાતમાં પાનના ગલ્લાને માત્ર ગ્રીન ઝોન વિસ્તારમાં જ ખોલવાની છૂટ અપાઈ છે.
*આ વિસ્તારોમાં ખુલશે દુકાનો*
આપને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકાર તરફથી આજે રાજ્યમાં અને દેશમાં ઝોનવાઈઝ જિલ્લાની યાદી બહાર પાડી છે, જે અંતર્ગત કયો જિલ્લો ક્યા ઝોનમાં આવે છે, તેની જાણ કરી હતી. જે અંતર્ગત ગુજરાતમાં ગ્રીન ઝોનમાં પાંચ જિલ્લા આવે છે, જ્યાં પાન મસાલાની દુકાનો ખોલવામાં આવશે. આ પાંચ જિલ્લામાં મોરબી, અમરેલી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા​ નો સમાવેશ થાય છે.
********
*🏝️ગોવા સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન🏝️*
ગોવા સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. હવે રાજ્યમાં જે માસ્ક નહિ પહેરે એવા લોકોને પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને સસ્તા અનાજની દુકાનો પર રાસન નહિ આપવામાં આવે. આવો નિર્ણય મુખ્ય સચિવ પરિમલ રાયની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય કાર્યકારી સમિતિની બેઠકમાં કરવામાં આવ્યો છે. એનઈસીએ નિર્ણય કર્યો છે કે કોરોના વાઇરસ મહામારીને કારણે માસ્ક અથવા ફેસ કવર કરવો ખુબ જ જરૂરી છે. અને આવું ન કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
***********
*રાંધણગેસ પર દિલ્હીમાં 162.5 ઘટાડવામાં આવ્યા છે*
નવી દિલ્હીઃ લોકડાઉનમાં એક સારા અને આનંદદાયક સમાચાર આવ્યા છે. રસોઈમાં ઉપયોગમાં લેવાતા ગેસ સિલિન્ડરની કિંમતોમાં ભારે કાપ મૂકવામાં આવ્યો છે. હવે લોકડાઉનની વચ્ચે મોંઘવારીમાં તમને રાહત મળશે. ઓઇલ કંપનીઓએ સામાન્યજનને મોટી રાહત આપી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ HPCL,BPCL અને IOCએ સબસિડી વગરના LPG રાંધણગેસ સિલિન્ડરની કિંમતોમાં મોટો કાપ મૂક્યો છે.14.2 કિલોગ્રામના સબસિડી વગરના LPG રાંધણગેસ સિલિન્ડર પર દિલ્હીમાં 162.5 ઘટાડવામાં આવ્યા છે.
***************
*જિલ્લામાં 20 પેસેન્જર સાથે પરિવહન કરવાની તૈયારીમાં*
લોકડાઉન પાર્ટ-ટુ પૂર્ણ થવાની તૈયારીમાં છે. ત્યારે સરકારના આદેશ મુજબ હવે એસ.ટી વિભાગ ગ્રીન ઝોન વિસ્તારમાં બસો દોડાવવા ધીમે ધીમે સજ્જ થઈ રહ્યો છે. આમ તો જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો પગપેસારો નથી. ત્યારે જૂનાગઢ એસ.ટી તંત્રએ એક બસમાં 20 પેસેન્જરને પરિવહન કરાવવા માટેની તૈયારીઓ પણ આરંભી દીધી છે.500થી વધુ બસો મેન્ટેન રાખવામાં આવી રહી છે
*********
*મોદી સરકારનો નિર્ણય ટ્રેનો ચાલુ કરવાની જાહેરાત*
લોકડાઉનમાં અલગ અલગ જગ્યાએ ફસાયેલા લોકો માટે હાલ સારામાં સારી ખબર આવી રહી છે. કેન્દ્ર સરકારે આ લોકો માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનું નક્કી કર્યુ છે. શુક્રવારના રોજ વડાપ્રધાનના નિવાસ સ્થાને મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. આ બેઠકમાં વડાપ્રધાન મોદી ઉપરાંત, અમિત શાહ, રેલ મંત્રી પિયુષ ગોયલ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, કેબિનેટ સચિવ રાજીવ ગૌબા અને વડાપ્રધાનના સચિવ પીકે મિશ્રા પણ સામેલ હતા.રેલ્વેએ જોન્સવાઈઝ આપી દીધા આદેશ
*******
*સુપ્રીમે કોર્ટે ગુજરાત પોલીસને નોટિસ ફટકારી*
વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણને સુપ્રીમ કોર્ટથી રાહત મળી છે. સુપ્રિમ કોર્ટે પ્રશાંત ભૂષણ સામે ગુજરાત પોલીસની કાર્યવાહી પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ પોલીસને નોટિસ આપી બે અઠવાડિયાથી જવાબ માંગવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ્યા બાદ હવે ગુજરાત પોલીસ પ્રશાંત ભૂષણની ધરપકડ કરશે નહીં. સૈન્યના નિવૃત્ત સૈનિક જયદેવ જોશીની ફરિયાદના આધારે ગુજરાતના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં વકીલ પ્રશાંત ભૂષણ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.ગુજરાત પોલીસ પ્રશાંત ભૂષણની ધરપકડ કરશે નહીં
********
*લેબર ડેઃ લોકડાઉનમાં 26 માર્ચથી 27 એપ્રિલ સુધીમાં દેશમાં જુદા જુદા સ્થળે 44 મજૂરોનાં મોત થયાના અહેવાલો છે*
નવી દિલ્હીઃ ગઇકાલે દેશ મજૂર દિવસ લેબર ડે મનાવી રહ્યો હતો કોરોના વાઈરસને પગલે લોકડાઉનનો સમય દેશના પ્રવાસી મજૂરો માટે સૌથી મુશ્કેલ બની રહ્યો છે. ગઈ 26 માર્ચથી 27 એપ્રિલ સુધીમાં દેશમાં જુદા જુદા સ્થળે 44 મજૂરોનાં મોત થયાના અહેવાલો છે. આમા કોઈ મજૂરે ઘેર જવા માટે 25 દિવસમાં 2800 કિલોમીટરનો પ્રવાસ ખેડ્યો તો કોઈ મજૂરે રસ્તામાં જીવ ગુમાવ્યો છે. કોઈનું પગપાળા વધુપડતું ચાલીને મોત થયું છે તો કોઈએ આત્મહત્યા કરી લીધી છે. ગુજરાતથી પોતાના ઘરે આસામ પહોંચેલો જાદવ અને બિહારનો રામજી મહાતો દિલ્હીથી પોતાને ઘેર જવા તરફ નીકળ્યો હતો પણ વારાણસી પહોંચીને એનું મોત થયું હતું.
*******
*સુરતમાં ડાયમંડના 8 એકમો શરૂ કરવામાં આવ્યા*
સુરતના હિરા ઉદ્યોગ માટે આવ્યા રાહતના સમાચાર દેશમાં કોરોના કહેરની શરૂઆત થતા ડાયમંડ અને જ્વેલરી ઉદ્યોગમાં ચિંતાનું મોજું જોવા મળી રહ્યું હતું. જો કે આ વચ્ચે રાહતના સમાચાર છે કે સુરતમાં ડાયમંડના 8 એકમો શરૂ કરવામાં આવ્યા છે. સુરતના હીરા બુર્સમાંથી 10 શિપમેન્ટની નિકાસ કરવામાં આવી છે. સાથે હોંગકોંગની એર કનેક્ટિવિટી મુજબ બીડીબીમાં ફસાયેલા ડાયમંડના પાર્સલને મુક્ત કરાવવા સુરત જિલ્લા કલેકટરને જીજેઇપીસીએ રજૂઆત કરી છે.
********
*સૌરાષ્ટ્રમાં આગામી 3 દિવસમાં વરસાદની આગાહી*
કુદરત ગુજરાતની કસોટી લેવા બેઠું હોય તેમ જણાય છે. એક તરફ કોરોનાનો કેર વધી રહ્યો છે, ત્યાં હવે સૌરાષ્ટ્રમાં આગામી 3 દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે આગામી 3 દિવસ દરમિયાન સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો રહેશે. રાજકોટ-અમરેલી-જૂનાગઢ-ગીર સોમનાથ જિલ્લામાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદ પણ પડી શકે છે.કમોસમી વરસાદના કારણે ખેડૂતો પાયમાલ
*******
*ગાંધીનગર કોરોના મુક્ત થયા બાદ ફરી વખત ભરડામાં આવ્યું*
૨ દિવસની લાંબી સારવાર બાદ ગાંધીનગરના પ્રથમ પોઝિટિવ દર્દી ઉમંગને રજા આપતાં તા.૨૦ એપ્રિલે ગાંધીનગર શહેરમાં કોરોનાનો એક પણ એક્ટીવ કેસ રહ્યો ન હતો. ગાંધીનગર જાણે કોરોના મુક્ત થઇ ગયું હોય તેમ લોકો તથા ગાંધીનગર જિલ્લાના ઉચ્ચઅધિકારીઓ વર્તી રહ્યા હતાં. લોકડાઉન નામ પુરતું પણ ગાંધીનગરમાં જોવા મળતું ન હતું અને સામાન્ય વ્યક્તિ પણ સરળતાથી ગુજરાતના હોટ સ્પોટ એવા અમદાવાદમાં અવર જવર કરતાં હતાં. અમદાવાદ અવર જવરના કારણે કોરોનાનું સંક્રમણ ફરી અને ઝડપથી ગાંધીનગરમાં ફેલાયું છે.
********
*દાહોદના દેવગઢ બારીયા સબ જેલમાંથી ૧૩ ખુંખાર કેદીઓ ફરાર*
ભારે ગુનાના ૧૬ પૈકી ૧૩ કેદીઓ સબજેલનું તાળુ તોડી નાસી જતાં ખળભળાટ રીઢા કેદીઓના ગામ સહિત ઠેર-ઠેર પોલીસ દ્વારા તલાસી અભિયાનનો ધમધમાટ
*********
*અમદાવાદ-વડોદરા સહીતમાં કાળઝાળ ગરમીથી રેડ એલર્ડ*
સુરત, વલસાડ સહીત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કોરોનાના કહેર વચ્ચે રાજ્યમાં આકરી ગરમી અને કમોસમી વરસાદના વાતાવરણ
********
*જાહેરમાં જુગાર રમતા 6 શકુનિઓને પોલીસે ઝડપી પાડયા*
સુરતમાં લોકડાઉનના સમયમાં લીંબાયત પોલીસે સુભાષનગરમાં કોમ્યુનિટી હોલ નજીક જાહેરમાં જુગાર રમતા 6 શકુનિઓને પોલીસે ઝડપી પાડયા
********
*♦️૧ વર્ષ માટે સ્ટેમ્પ ડયુટી રદ કરો♦️*
GCCIની રિજનલ કાઉન્સીલની માંગણી રિયલ્ટીને રાહત આપવા ૧ વર્ષ માટે સ્ટેમ્પ ડયુટી રદ કરો રજિસ્ટ્રેશન ચાર્જ લ્યો ૧ જીસીસીઆઇની રિજનલ કાઉન્સિલે રાજયસરકારને રજૂઆત કરી છે કે કોરોના વાઇરસના કારણે અર્થતંત્ર પર વિપરીત અસર થઇ છે અને તેના કારણે રાજયના મહત્વના એવા રિયલ એસ્ટેટ ઉદ્યોગ પર લાંબા ગાળા સુધીની ગંભીર અસર છે ત્યારે આ ઉદ્યોગને રાહત આપવા માટે એક વર્ષ સુધી સ્ટેમ્પ ડયુટી માફ કરવી જોઇએ.
******
*🔷ગુજરાત હાઇકોર્ટે ઉનાળું વેકેશન કર્યુ કેન્સલ🔷*
કોરોના વાયરસ – લોકડાઉન ઈફેક્ટ ગુજરાત હાઇકોર્ટે 2020નું ઉનાળું વેકેશન કર્યુ કેન્સલ એડવોકેટ્સ એસો ના પ્રમુખની વિનંતીને ધ્યાનમાં રાખીને ઉનાળું વેકેશન રદ્દ કર્યું
😷😷😷😷😷😷😷😷