*ટ્રકનું ટાયર બદલતાં થયો જોરદાર ધડાકો, ડ્રાઇવર ઉછળીને બીજી ટ્રક સાથે અથડાતાં થયું મોત*
સ્ટેપનીને ઉઠાવી તો થયો જોરદાર ધડાકો, બીજી ટ્રક સાથે અથડાતાં ટ્રક ડ્રાઇવરનું કમકમાટીભર્યું મોત
*સુમિત કુમાર, પાણીપત* હરિયાણાના પાણીપત જિલ્લામાં એક ચોંકાવનારી ઘટનામાં ટ્રક ચાલક (Truck Driver)નું મોત (Death) થયું છે. દુર્ઘટના ટ્રકનું ટાયર બદલતી સમયે બની. ટ્રકની સ્ટેપની લગાવતી વખતે ટાયર ફાટી ગયું અને જોરદાર ધડાકાની સાથે ચાલક બીજી ટ્રક પર જઈને ટકરાયો. ચાલકની બંને જાંધ ફાટી ગઈ, જેના કારણે તેનું મોત થઈ ગયું. પોલીસે લાશને સિવિલ હૉસ્પિટલની મોર્ચરીમાં રખાવી છે.
નોંધનીય છે કે, 40 વર્ષીય વિનોદ કુમાર ગત 6 મહિનાથી ટ્રક ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. બુધવારે વિનોદ રિફાઇનરીથી ટ્રક લોડ કરીને ટ્રાન્સપોર્ટ નગર પહોંચ્યો. ત્યાં તેને નવું ટાયર બદલીને સ્ટેપની હટાવવાની હતી. વિનોદે સ્ટેપની હટાવીને નવું ટાયર લગાવી દીધું. ત્યારબાદ તે સ્ટેપનીને ટ્રકમાં ફીટ કરવા લાગ્યો. જેવી તેણે સ્ટેપની ઉઠાવી તો ધડાકા સાથે ટાયર ફાટી ગયું.
*ચાલકનું કમકમાટીભર્યું મોત*
ધડાકો એટલો જોરદાર હતો કે વિનોદ ઉછળીને બાજુમાં ઊભેલી ટ્રકને ટકરાયો. સમગ્ર ટ્રાન્સપોર્ટ નગર બ્લાસ્ટથી ગૂંજી ઉઠ્યું. ધૂળ હટતા આસપાસના લોકોએ જોયું તો વિનોદની બંને જાંધ ફાટી ગઈ હતી એન તે બેભાન પડ્યો હતો. લોકોએ પોલીસ અને એમ્બ્યૂલન્સને જાણ કરી. મામલાની સૂચના મળતાં પોલીસ વિનોદ કુમારને સિવિલ હૉસ્પિટલમાં લઈને પહોંચી જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો.