*ગુજરાતમાં મેરીટાઇમ હેરિટેજ મ્યુઝિયમનું સપનું સાકાર થશે-મનસુખ માંડવિયા*

માંડવિયાએ જણાવેલ કે ગુજરાતના હજારો વર્ષોના સમુદ્રી ઇતિહાસ અને ભવ્ય વારસાને જાળવવા તથા દુનિયા સામે રજૂ કરવા એક વર્લ્ડ કલાસ મેરીટાઇમ હેરિટેજ મ્યુઝીયમ ગુજરાતના લોથલ ખાતે બને તે માટે પ્રધાનમંત્રી તેમના મુખ્યમંત્રી કાળથી સક્રિય રીતે પ્રયાસો કરતા આવ્યા છે. એક-એક ગુજરાતીની પણ આ આકાંક્ષા રહી છે. મેરિટાઇમ હેરિટેજ મ્યુઝીયમ-લોથલ માટે મારા હસ્તકના શીપીંગ મંત્રાલય દ્વારા કરવામાં આવેલ દરખાસ્તને મંજૂર રાખતા બજેટમાં આ અંગે જાહેરાત થયેલ છે જેની મને ખુશી છે