*ગાંધીનગર નણંદે ઘરઘાટી સાથે મળી ભાભીની કરાવી હતી હત્યા, ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી મર્ડર મિસ્ટ્રી*
‘આ પીણું પીવડાવ જે એટલે ભાભી બેભાન થઈ જશે અને બેભાન થાય એટલે કેનાલમાં ધક્કો મારી દેજે એટલે લોકોને એવું લાગશે નિમીશાએ આત્મહત્યા કરી’
*ગાંધીનગર* ગાંધીગનર જિલ્લાના દહેગામ (Dahegam) પોલીસ સ્ટેશનની હદમાં આવેલ બારડોલી કાઠી ગામથી ઘમીજ ગામ જવાના રસ્તે આવેલી કેનાલમાંથી એક અજાણી મહિલાનો (Murder Mystery) મૃતદેહ મળી આવ્યો હતો. જોકે, આ મહિલાના મૃતદેહ બાબતે ગાંધીનગર એલસીબીએ ગણતરીના દિવસોમાં ગુનો ઉકેલી કાઢ્યો છે. આ ચકચારી હત્યા કેસમાં સગી નણંદે જ ભાભીની હત્યા કરાવી નાખી હતી. ભાભીને હત્યાની આ ચકચારી વિગતો સામે આવતા ખળભળાટ મચી ગયો છે.
બનાવની વિગત એવી છે કે અમદાવાદના સેજપુરમાં રહેતી નિમીશા બહેન રાઠોડની દહેગામ નજીક આવેલી નર્મદા કેનાલમાંથી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. દરમિયાન દહેગામની આ લાશ મામલે ગાંધીનગરના રેંજ આઇજી દ્વારા ખાસ સૂચના આપવામાં આવી હતી. દરમિયાન ઉચ્ચ અધિકારીઓએ આ કેસની તપાસ ગાંધીનગર એલસીબીને સોંપી હતી. ત્યારે એલસીબીના બંને પોલીસ ઇન્સ્પેક્ટર વાઘેલા અને ઝાલાની આગેવાનીમાં સંયુક્ત ટીમ તૈયાર કરવામાં આવી હતી. આ ટીમના પીએસઆઈ પીડી વાઘેલા અને એએસઆઈ હરદેવસિંહ દલપતસિંહને બાતમી મળી હતી કે મરનાર મહિલા નિમીશા રાઠોડ છે સેજપુરબોધાની રહેવાસી છે.