દિલ્હીઃ પરિણામો પછી રાજીનામા ધરવાની નૌટંકી શરૂ

નવી દિલ્હી: દિલ્હીમાં ભાજપને મળેલી હાર પછી પાર્ટી પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ રાજીનામાના ઓફર કરી છે. જોકે પાર્ટી હાઈકમાન્ડે મનોજ તિવારીની ઓફરનો જવાબ આપતા કહ્યું કે, હાલ રાજીનામાની કોઈ જ જરૂર નથી. મહત્વનું છે કે, દિલ્હી વિધાનસભાની 70 બેઠકોમાંથી ભાજપને માત્ર 8 બેઠકો મળી છે અને ફરી એક વખત આમ આદમી પાર્ટીએ પ્રચંડ જીત મેળવી છે.