જમાલપુર APMC માર્કેટ માં ચોરને મળી તાલિબાની સજા, લોકોએ નાગો કરીને ફટકાર્યો. જમાલપુર એપીએમસી માર્કેટ જાણે ગુનાહિત પ્રવુતિઓ માટે હબ બની ગઈ હોય તેવું સ્પષ્ટ ત્યાંના માહોલને જોતા લાગી રહ્યું છે.

જમાલપુર APMC માર્કેટ માં ચોરને મળી તાલિબાની સજા, લોકોએ નાગો કરીને ફટકાર્યો.

જમાલપુર એપીએમસી માર્કેટ જાણે ગુનાહિત પ્રવુતિઓ માટે હબ બની ગઈ હોય તેવું સ્પષ્ટ ત્યાંના માહોલને જોતા લાગી રહ્યું છે.

બે દિવસ પહેલા પણ નજીવી બાબતમાં થયેલી મારામારી માં એક યુવકને પેટના ભાગે છરી વાગી ગઈ હતી. જેની શાહી હજી સૂખાઈ પણ નથી ને ત્યાં ફરી એક બનાવ શાક માર્કેટમાં બની ગયો છે.

રાજસ્થાન ના વતની પ્રકાશ ભાઈ કટારા એ જમાલપુર માર્કેટમાં મજૂરી કામ કરીને પોતાનો ગુજરાન ચલાવે છે. તેમની સામે આજે ગાયકવાડ હવેલી પોલીસ મથકમાં સમીર કુરેશી નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી.

જેમાં ફરિયાદમાં એવું આક્ષેપ કરાયું છે કે પ્રકાશ ભાઈએ એક ટ્રકના પાછળના ભાગેથી એક કેરેટ ટામેટા ની ચોરી કરીને ભાગી રહ્યા હતા. જેને કેટલાક લોકોએ પકડી પાડીને તેમના કપડા કાઢીને તેમને ગડદાપાટુ માર માર્યું હતું. આ મામલે સમીર કુરેશીએ પ્રકાશ ભાઈ ની સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

તો બીજી તરફ પ્રકાશ ભાઈએ પોતે બેકસુર હોવાની રજૂઆત સાથે ગાયકવાડ હવેલી પોલીસ મથકમાં સમીર કુરેશી સહિત ચાર ઈસમો સામે મારામારી અને જાનથી મારી નાખવાની ફરિયાદ નોંધાવી હતી.