જમ્મુમાં કમળ ખીલ્યું, 74 બેઠક પર ભાજપે વિજય વાવટા લહેરાવ્યા
જમ્મુ કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણીમાં તમામ બેઠકોનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. છ પક્ષના ગઠબંધન ‘ગુપકર’ ને બહુમતી મળી છે. કુલ 280માંથી 276 બેઠકોનું પરિણામ આવી ચૂક્યું છે. જેમાં 74 સીટ પર ભાજપે વિજય વાવટા લહેરાવ્યા છે. ગુપકાર ગઠબંધનમાં સામિલ NCને 67 અને PDPને 27 બેઠક મળી છે. જ્યારે કોંગ્રેસને 26 બેઠક મળી છે. ગુપકાર ગઠબંધન સૌથી આગળ છે. પણ સૌથી મોટી રાજકીય પાર્ટી તરીકે ભાજપે ફરી ડંકો વગાડ્યો છે.
DDC ચૂંટણીનું પરિણામ અનુમાનને અનુરૂપ દેખાઈ રહ્યું છે. જમ્મુ ક્ષેત્રમાં ભાજપે મજબુતી બનાવી છે જ્યારે નેશનલ કોન્ફ્રેસ, પીડીપી જેવી પ્રાદેશિક પાર્ટીઓનું ગઠબંધન ગુપકારનું પ્રદર્શન કાશ્મીરના ખીણ પ્રદેશો અને જમ્મુના પીર પંજાલ તથા ચેનાબ ક્ષેત્રમાં સારૂ રહ્યું છે. ભાજપનું પ્રદર્શન કાશ્મીરના ખીણ પ્રદેશના વિસ્તારો કરતા જમ્મુમાં સારૂ રહ્યું છે. ગુપકાર ગઠબંધન DDC ચૂંટણીને કલમ 370 દૂર કરવા પર જનમત સંગ્રહના દ્રષ્ટિકોણથી જોઈ રહ્યું છે. જ્યારે ખીણ પ્રદેશોમાં ભાજપને મોટી પછડાટ મળી છે. ત્યાંની પ્રજાએ ભાજપને નકાર્યો છે. ગુપકાર ગઠબંધનની જીત પર મહેબુબા મુફ્તીએ ખુશી વ્યક્ત કરી છે. જ્યારે પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ભાજપને ટોણો માર્યો છે. તેમણે કહ્યું કે, જમ્મુ કાશ્મીરના લોકોએ પોતાનો જવાબ આપી દીધો. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, જમ્મુ કાશ્મીરમાં ઈતિહાસ લખાયો છે. અહીંથી દુનિયાને સંદેશ પહોંચ્યો છે કે, આ લોકતંત્રની જીત છે. કેન્દ્ર શાસિત પ્રદેશમાં DDC ચૂંટણી તા.28 નવેમ્બરે શરૂ થઈને આઠ તબક્કામાં પૂરી થઈ છે.
ઓગસ્ટ 2019માં કલમ 370 ખતમ કરી જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કરી દેવાયો હતો. આ પછી જમ્મુ કાશ્મીર રાજ્યની આ પહેલી ચૂટણી હતી. આ ચૂંટણીમાં કુલ 280 બેઠકો પર મતદાન થયું છે. કાશ્મીરના પહાડી તથા ખીણ પ્રદેશ ગણાતા વિસ્તારોમાં ગુપકાર ગઠબંધનનો દબદબો યથાવત રહ્યો છે. પણ આ રાજ્યમાં ભાજપે ખાતું ખોલાવ્યું એ ઘટનાનું મોટું મહત્ત્વ છે.ગુપકાર ગઠબંધનને કુલ 112 સીટ મળી છે. ચૂંટણી દરમિયાન અનેક વખત એવું બન્યું કે, પરોક્ષ રીતે પાકિસ્તાને અશાંતિ ફેલાવવાનો પ્રયત્ન કર્યો. જે નિષ્ફળ નીવળ્યો હતો. પાકિસ્તાન આ વિસ્તારમાં કોઈ શાંતિ ઈચ્છતું નથી. પાકિસ્તાન તરફથી ચૂંટણીમાં વિધ્ન ઊભા કરવા અને હિંસા ભડકાવવા માટે પ્રયત્નો થયા હતા. આતંકી ઘટનાઓને પણ અંજામ આપવા માટે પ્રયત્નો થયા હતા. પણ જમ્મુ કાશ્મીરની પ્રજાએ મત આપીને પાડોશી દેશને વળતો જવાબ આપી દીધો છે.
સોર્સ. વાઇરલ.