*લલિત વસોયાની પોસ્ટ પર વિવાદ ટ્રમ્પના આગમનને લઈ કોંગ્રેસનાં વેધક સવાલ*

ધોરાજી ઉપલેટા વિસ્તારના કોંગ્રેસનાં ધારાસભ્ય લલિત વસોયા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. અને આ વખતે તેઓએ સોશિયલ મીડિયામાં વિત્ત મંત્રી નિર્મલા સીતારમણના એક નિવેદન પર કટાક્ષ કરતાં વિવેકભાન ભૂલ્યા હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલા જ રાજનીતિ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસે ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગતમાં 70 લાખ ભારતીયો જોડાવવાના દાવાને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતાં.