છેલ્લા પાંચ વર્ષથી નાસતો ફરતા આરોપીને
અમદાવાદ નાં ચાંદખેડા વિસ્તારમાંથીઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા પોલીસ
રાજપીપળા,તા 18
રાજપીપળા પોલીસ મથકનાં ગુનામાં સંડોવાયેલઅને વોન્ટેડ આરોપીને છેલ્લા પાંચ વર્ષથી નાસતો ફરતો હોઈ આરોપીને એલ.સી.બી.નર્મદા પોલીસેઅમદાવાદનાં ચાંદખેડા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે.
નર્મદા પોલીસ વડા હિમકર સિંહનાં માર્ગદર્શન અને સુચના
મુજબ જીલ્લાના નાસતા-ફરતા આરોપીઓને પકડવા
સારૂ તેઓના રહેણાંક તથા આશ્રયસ્થાનો તથા
બાતમીદારોથી ઝડપી પાડી જેલ હવાલે કરવાની
પરિણામલક્ષી કામગીરી કરવા સુચનાનાં અનુસંધાને
શ એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી તથા પો.સ.ઇ સી.એમ.ગામીતે
જીલ્લાના ગુનાના કામે નાસતા ફરતા આરોપીઓની કેસ ડાયરીઓનો અભ્યાસ કરી ટેક્નીકલ
સર્વેલન્સ આધારે રાજપીપળા પોલીસ મથકના ગુનાના નાસતો ફરતો આરોપી સુકદેવભાઇ પ્રભુરામ પુરોહીત (રહે. મુળ સીલ,તા.સાચોર જી.ઝાલોર રાજસ્થાન હાલ રહે. ચાંદખેડા તા.જી.અમદાવાદ)નો અમદાવાદ ખાતે
હોવાની માહીતી મળતા એ.એસ.આઇ. ભંગાભાઇ ગોવિંદભાઇ તથા એ.એસ.આઇ.
ભરતભાઇ સુરાભાઇ તથા અ.હે.કો. પરશોતમભાઇ મગનભાઇની ટીમને અમદાવાદ ખાતે મોકલી આરોપીને ચાંદખેડા વિસ્તારમાંથી શોધખોળ કરીઆરોપીને રાજપીપલા પોલીસ મથકનાં ગુનાના કામે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી
રાજપીપલા પોલિસને સોંપવામાં આવ્યો છે.
તસવીર: જયોતિ જગતાપ,રાજપીપળા