50 કરોડથી વધુની લૂંટ અટકાવતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ. 5ની ધરપકડ.

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે 5 લોકોને હથિયાર અને ગાડી સાથે અગોરા મોલ પાસેથી પકડી પાડ્યા છે. આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે તેઓએ વાપીના અલ્તાફ મન્સૂરી પાસેથી ટીપ મેળવી હતી. ત્યાંના નામચીન અને કન્સ્ટ્રકશન ના વેપાર સાથે સંકળાયેલા વેપારીનું અપહરણ કરી 50 કરોડ થી વધુ રકમ લૂંટી અને ખંડણી માંગવાનું આયોજન હતું. જોકે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટી લૂંટ, અપહરણ અને ખંડણી નો ગુનો બને તે પહેલા જ આરોપીઓને ઝડપી પાડી મોટું ઓપરેશન પાર પાડ્યું છે.