આ વર્ષે 16 મીએ વણજોયું મુહૂર્ત એટલે કે વસંતપંચમીએ એક પણ લગ્નનું મુહૂર્ત નથી.

આ વર્ષે 16 મીએ વણજોયું મુહૂર્ત એટલે કે વસંતપંચમીએ એક પણ લગ્નનું મુહૂર્ત નથી.
18 જાન્યુઆરીએ વર્ષનું પહેલું શુભ મુહૂર્ત હતું, પરંતુ હવે પછી કોઈ મુહૂર્ત નથી.
19 વર્ષ પછી વસંત પંચમીના દિવસો આવો સંયોગ રચાશે.
રાજપીપળા,તા. 7
વસંત પંચમીએ કોઈ પણ શુભ કાર્યમાં મુહર્ત જોયા વિના અનેક લગ્ન થતા હોય છે. પરંતુ આ વર્ષે વણજોયું મુહૂર્ત એટલે કે વસંત પંચમીએ એક પણ લગ્નનું મુહૂર્ત ન હોવાનું જ્યોતિષીઓ જણાવી રહ્યા છીએ. ગુરુ- શુક્ર અસ્ત તેમજ ભાગી તીથી હોવાથી વસંત પંચમી અને એક પણ મુહૂર્ત નથી. જ્યોતિષશાસ્ત્રીઓ જણાવી રહ્યા છે.કે 19 વર્ષ પછી વસંત પંચમીએ પણ મુહૂર્ત નથી.18 જાન્યુઆરીએ વર્ષનું પહેલું શુભ મુરત હતું પરંતુ હવે પછી કોઈ મુહૂર્ત નથી.ત્યારે 19 વર્ષ પછી વસંત પંચમી ના દિવસો આવો સંયોગ રચાતી પંચાગ અનુસાર વર્ષ 2021 માં વતન પંચમી 16 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવશે આ દિવસે રેવતી નક્ષત્ર રહેશે અને ચંદ્ર મીન રાશિમાં રહેશે.
વસંત પંચમીના દિવસે સરસ્વતીની પૂજા કરવાથી જીવનમાં વિશેષ લાભ પ્રાપ્ત થશે આ દિવસે ગુરુ શુક્ર અસ્ત તેમજ ભાગી તીથી હોવાથી લગ્ન મુહૂર્ત નથી વસંત પંચમી એ એવું કહેવાય છે કે લગ્ન કરવા માટે મુહૂર્ત જોવાની જરૂર પડતી નથી તેમ કહેવાય છે. જાન્યુઆરીમાં મકરસંક્રાંતિએ સૂર્યના ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ સાથે ધનુમાસ સંપૂર્ણ થઈ જાય અને માંગલિક કાર્યની શરૂઆત થઈ ગઈ છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા