ચીચડીયા ગામે બે મોટરસાઈકલ અકસ્માતમાં ત્રણને ઇજા.

ચીચડીયા ગામે બે મોટરસાઈકલ અકસ્માતમાં ત્રણને ઇજા.
અકસ્માત ગુનાની ફરિયાદ .
રાજપીપળા,તા.25
ગરૂડેશ્વર તાલુકાના ચીચડિયા ગામે બે મોટર સાયકલ સાથે અકસ્માતમાં ત્રણને ઈજા થતા કેવડીયા પોલીસ મથકે અકસ્માત ગુનાની ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદી રાકેશભાઈ હરજીભાઈ ભીલ (મૂળ રહે, ધામણીયા આંબા તા.નસવાડી જિ.છોટાઉદેપુર હાલ રહે ચીચડીયા) એ મોટરસાયકલ નંબર જીજે 06 કેઈ 8467નાં ચાલક સામે અકસ્માત ગુનાની ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ આરોપીએ પોતાની મોટરસાયકલ નંબર જીજે 06 કેઈ 8467 ઉપર ત્રણ સવારી બેસાડી પુરઝડપે અને ગફલતભરી રીતે રોંગ સાઇડે હંકારેલ. જેમાં રાકેશભાઈ ને મોટરસાયકલ નંબર જીજે 22 એલ 2094 ને પાછળથી ટક્કર મારી રોડ ઉપર મોટરસાયકલ સાથે પાડી દેતા રાકેશભાઈ ને માથાના ભાગે તથા હથે તથા પગે ઇજાઓ પહોંચી હતી. તેમજ જમણાં ખભાના ભાગે ફ્રેકચર કરી અને અતિશભાઈને જમણા હાથના ભાગે તથા તેમજ નાકના ભાગે ઇજાઓ કરી. તેમજ પોતાના પણ હાથે પગે તથા કપાળના ભાગે સાધારણ ઇજાઓ થતાં અકસ્માત અંગેનો ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા