*ત્રણેય શખ્સોએ મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું*

રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ સામુહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં પીડિત મહિલાએ જણાવ્યું કે અગાઉ બસમાં મુસાફરી દરમિયાન નટુ સોજીત્રા નામના શખ્સ સાથે ઓળખાણ થઇ હતી અને તે વ્યક્તિ કેટરિંગના વ્યવસાય સાથે જોડાયેલો છે તેવું જણાવ્યું હતું તેમજ મોબાઈલ નંબરની આપણે કરી હતી. થોડા સમય બાદ કામની શોધમાં નટુ સોજીત્રા નામના વ્યકિતનો સંપર્ક કરતા રાજકોટ આવવા જણાવ્યું હતું. જેથી તેણી રાજકોટ ગઈ હતી અને નટુ સોજીત્રા તેને લઈને એક ફ્લેટ પર ગયો હતો જ્યાં ફોન કરી નટુ સોજીત્રાએ તેના બે મિત્રોને બોલાવ્યા હતા અને દરવાજો લોક કરી અભદ્ર માંગણી કરી હતી. જેનો પ્રતિકાર કરતા આ ત્રણેય શખ્સોએ ઢોર માર માર્યો હતો અને સામુહિક દુષ્કર્મ આચર્યું હતું.