*જામનગરના બેડી મરીન પો. સ્ટેશનના કર્મીઓની સજાગતાથી આગની મોટી ઘટના ટળી*
જીએનએ જામનગર: જામનગર જુના બંદર ખાતે પડેલા કોલસામાં લાગી આગ. ભારે પવનને કારણે આગ લાગી હોવાનું જાણવા મળેલ છે. બેડી મરીન પોલીસ સ્ટેશનને આગની જાણ થતા તાત્કાલિક ફાયરને જાણ કરી બોલાવી હતી. ફાયર વિભાગ અને સ્થાનિક માછીમારોની મદદથી આગને કાબુમાં લેવાઈ.
આ ઘટના સમયે પીએસઆઈ એમ. એલ. ઓડેદરા વિપુલભાઈ વરૂ, પો. હેડ. કોન્સ રાહુલભાઈ આર. રબારી, પો. કોન્સ ગૌતમભાઈ પરમાર હાજર રહ્યા હતા અને એક મોટી દુર્ઘટના બનતા ટળી હતી.