રાજપીપળા એપીએમસી ખાતે આજથી સીસીઆઇ કેન્દ્ર સરકારના ટેકાના ભાવથી ખરીદી નો થયો પ્રારંભ.
સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ,એપીએમસીના ચેરમેનની ઉપસ્થિતિમાં ઝંડી ફરકાવી કપાસના ટ્રેક્ટરો ટેમ્પાને રવાના કરાયા.
નર્મદા જીલ્લાનો કપાસ આજથી કલેડિયા, બોડેલી,ડભોઇ સીસીઆઇ કેન્દ્રો પર રવાના કરાયો.
ખેડૂતોને કપાસનો નવો પોષણક્ષમ સારો ભાવ 5800 મળતા ખેડૂતોમાં આનંદની લાગણી.
આવતા વર્ષ થી રાજપીપળા એપીએમસી ખાતે કાયમી ધોરણે કપાસનું વેચાણ કેન્દ્ર શરૂ થશે – સાંસદ મનસુખ વસાવા.
રાજપીપળા,તા.18
નર્મદા જિલ્લામાં કપાસ વેચવા માટે એક પણ જીનની વ્યવસ્થા ન હોવાથી 20 વર્ષ બાદ પહેલીવાર આજ થી રાજપીપળા એપીએમસી ખાતે સીસીઆઇ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં સરકારના ટેકાના ભાવે કપાસની ખરીદી નો પ્રારંભ થયો હતો.આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા,જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ, એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલ,જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ અરવિંદભાઈ પટેલ સહિતના ભાજપના કાર્યકરો તથા ખેડૂતોની ઉપસ્થિતિમાં ઝંડી ફરકાવી કપાસના ટ્રેક્ટરો ટેમ્પાની પ્રસ્થાન કરી કપાસ કલેરીયા, બોડેલી, ડભોઇ સીસીઆઇ કેન્દ્રો પર રવાના કરાયો હતો. આજથી સરકારના ટેકાના ભાવ 5800 રૂપિયા મળતા થતાં ખેડૂતોમાં આનંદની લાગણી જન્મી હતી.
આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાના કપાસ પકવતા ખેડૂતોને બહાર વેચવા માટે ખૂબ જ મુશ્કેલી પડતી હતી. અને ખેડૂતો હેરાન પરેશાન થતા હતા,તેથી ખેડૂતોની આ મુશ્કેલીઓને ધ્યાને રાખીને મે ગયા વર્ષે કાપડમંત્રી સ્મૃતિ ઈરાનીને રજૂઆત કરી હતી. જે રજૂઆતને ધ્યાને લઇને કેન્દ્ર સરકારે નર્મદા જિલ્લામાં રાજપીપળા એપીએમસીને તાત્કાલિક ધોરણે મંજૂરી આપી છે. જેથી હવે કે નર્મદાના ખેડૂતોને હવે કોઈ તકલીફ નહીં પડે,આવતા વર્ષથી કાયમી ધોરણે નર્મદામાં સીસીઆઇ કેન્દ્રો શરૂ થઈ જશે અને હવે પછી ખેડૂતોને કપાસ ખરીદી કે વેચાણ કરવામાં કોઈ તકલીફ નહીં પડે અને સીસીઆઇના ટેકાનો સારો ભાવ મળશે.
આ પ્રસંગે એપીએમસી ચેરમેન દિવ્યેશભાઈ પટેલે જણાવ્યું હતું કે નર્મદામાં એક પણ જીન આવેલ ન હોવાથી કે કપાસ વેચાણ કેન્દ્ર હોવાથી ખેડૂતોને કપાસ વેચવા બહાર જવું પડતું હતું આજે 20 વર્ષ પછી રાજપીપળા એપીએમસીને cci નું સેન્ટર મળ્યું છે તેથી હવે ખેડૂતોને પોષણક્ષમ ભાવ 5800 મળશે અને ખેડૂતોનું શોષણ થતું અટકી જશે આજથી cci કેન્દ્ર પર સરકારના ટેકાના ભાવથી કપાસ ખરીદી માટે નો પ્રારંભ થયો છે આજથી નર્મદા જીલ્લા નો કપાસ કલેડિયા બોડી ડભોઇ સિવાય કેન્દ્ર પર રવાના કરાયો છે અહીંથી ખેડૂતોને સરકાર ના ટેકાના ભાવ મળશે તેનાથી ખેડૂતોને સારા ભાવ મળતા થઈ જશે.
ખેડૂત રમણભાઈ એ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મારી સારી ક્વોલિટીના કપાસનો 5775 નું સારો ભાવ મને અહીંથી મળ્યો છે.આ કેન્દ્ર શરૂ થવાથી પહેલાં જે અમારું શોષણ થતું હતું, તે બંધ થશે.આ સેન્ટર કપાસના ખેડૂતો માટે આશીર્વાદરૂપ પુરવાર થયું છે.
રીપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા