ભરૂચ-નર્મદા જિલ્લામાં ભૂમિ માફિયાઓ બેફામ રાજ ચાલે છે.ભૂમિ માફિયાઓ સામે તો હું તાકાતથી લડુ છું અને લડતો રહીશ – સાંસદ મનસુખ વસાવા
.
ભરૂચ,નર્મદા અને છોટાઉદેપુરમાં પહેલા બેફામ પ્રમાણે ચાલતું હતું,હવે ભૂમિ માફિયાઓ સામે કેસો થાય છે અને તેમની ધરપકડ થાય છે.
વરસોથી જામી પડેલા લોકોની આ બેફામ પ્રવૃત્તિને જળમૂળમાંથી ઉખેડવાના મારા પ્રયત્નો રહેશે.
આ લોકો સરકારની રોયલ્ટીની ચોરી નહીં કરવા દઈએ.
નર્મદામાં જે રીતે રેતી,પથ્થરોની આડેધડ ચોરીથી નદીના જળ સ્ત્રોતો સુકાઈ જાય છે, અને આસપાસની જળ સૃષ્ટિને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. સંસદ.
રાજપીપળા, તા.18
આજરોજ રાજપીપળા એપીએમસી ખાતે સીસીઆઈ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવેલા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભરૂચ- નર્મદામાં ભૂમિ માફિયાઓ સામે લાલ આંખ કરતાં જણાવ્યું હતું કે હું ભૂમિ માફિયાઓ સામે લડતો આવ્યો છું.એમાં મને ઘણી મોટી સફળતા મળી છે. આ પહેલા ભરૂચ નર્મદા અને છોટાઉદેપુરમાં બેફામ પ્રમાણે ચાલતું હતું હવે ભૂમિ માફિયાઓ સામે કેસો થાય છે. અને તેમની ધરપકડ થાય છે. ભરૂચમાં પણ થોડા દિવસ પહેલાં ગોવાલી પાસે ખાણ ખનીજ અધિકારીઓ ગયા હતા,અને મોટા વગદારોને પકડીને કાયદેસરની કાર્યવાહી થઈ છે, આ લોકો વર્ષોથી જામી પડેલા લોકો છે.તેમને જળમૂળમાંથી ઉખેડવાના અમારા પ્રયત્નો છે.એ લોકોને સરકારની રોયલ્ટીની ચોરી નહીં કરવા દઈશું.
તેમને નર્મદા જિલ્લા નો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે જિલ્લામાં જે રીતે રેતી,પથ્થરોની ચોરી થાય છે. તેમાં પણ રેતી કે પથ્થર કરવાથી નદીના જે જળ સ્ત્રોતો છે,તે સુકાઈ જાય છે. અને આસપાસની જળ સૃષ્ટિને ખૂબ મોટું નુકસાન થાય છે.એટલે ભૂમિ માફિયાઓ સામે હું તાકાતથી લડુ છું અને લડતો રહીશ .
રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા