જેટલાં દૂર રહો છો એટલી જ તમારી અછત વર્તાય છે,
શુ કરું,દિલ,દિમાગ બધું મારુ,તારી પાછળ જ ખર્ચાય છે,
એની પાછળનું મૂળભૂત કારણ મારું દિવસભર ખુશ રહેવું છે,
બીજુ બધું ઠીક પણ એક-એક પળ તું મારા દિલમાં ચર્ચાય છે,
જેટલાં દૂર રહો છો…
હવે,એક બે દિવસની,આ નાની-સૂની વાત રહી નથી,
તારી યાદમાં તો વર્ષો ના વર્ષો પણ નીકળી જાય છે,
એ લડવું,જગડવું પછી પોતે જ માની ને બોલી પડવું,
આ બધી તારી ખાસિયત,શિયાસત મારી બની જાય છે,
જેટલાં દૂર રહો છો…
તમે તો પોતાને ખુશ કરવાં,ફરવા જતા રહો છો,
અમને એકલાં યાદોમાં તરતા મૂકી જતાં રહો છો,
તોય,દિલ તમને જ દિલદાર,ખુદા સદા માને છે,
આમ ને આમ તું મારાં દરેકમાં હકદાર બની જાય છે,
જેટલાં દૂર રહો છો…
હેલીક…