*અસલી જૂગાડ, જૂની બસોને બદલી તેમાં મહિલા ટોયલેટ ઉભા કર્યા*

મહિલાઓને ઘરથી બહાર સારામાં સારી સુવિધાઓ આપવા માટે પુણેમાં અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. અહીંયા જૂની બસોને મહિલા ટોયલેટ બનાવી દીધા છે. જેમાં મહિલા ટોયલેટ, વોશરુમ સાથે અન્ય સુવિધાઓ પણ આપવામાં આવી છે.ઉલ્કા સદાલકર અને રાજીવ ખેર દ્વારા શરૂઆત કરવામાં આવેલા આ પ્રોજેક્ટ લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. અત્યાર સુધીમાં 12 જૂની બસોને આવી રીતે તૈયાર કરી પિંક ટોયલેટ બનાવવામાં આવ્યા છે. આ ટોયલેટ્સને ટીઆઈ ટોયલેટ નામ આપવામાં આવ્યું છે.