રાજપીપળામાં વયોવૃદ્ધ મહિલાઓએ નગરપાલિકામાં કર્યુ મતદાન.

રાજપીપળા, તા. 1
રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.નવા ખાસ કરીને વયોવૃદ્ધ મહિલાઓ ઓપન મતદાન કરવા આવી પહોંચી હતી.જેમાં 100 વર્ષ થી વધુ ઉંમરના કપિલાબેન જોશીએ રાજપીપળા કન્યાશાળા ખાતે મતદાન કર્યું હતું. જ્યારે 73વર્ષના વયોવૃદ્ધ મહિલા પણ તેના પરિવાર સાથે વોર્ડ 2મા ટેકરા ફળિયાની પ્રાથમિક સ્કૂલ મા મતદાન કર્યુ હતું. જ્યારે રાજેન્દ્ર વિધ્યાલયખાતે એક 70વર્ષ ની મહિલા મતદાન કરવા આવી હતી.તેમણે જણાવ્યુ હતું અત્યાર સુધી મે દરેક ચૂંટણીમા મતદાન કર્યુ છે.લોકશાહી મા મતદાન કરવુ એઆપણા સૌની પવિત્ર ફરજ છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા