રાજપીપળા શાક માર્કેટ સીમા સીલ્ક નામની દુકાને ઝપાઝપી, મારામારી

રાજપીપળા, તા૧૧

રાજપીપળા શાક માર્કેટ સીમા સીલ્ક નામની
દુકાને મોટર સાઇકલ ઊભી રાખવા ના મામલે ઝપાઝપી, મારામારી થતા તથા જાનથી મારી નાંખવાનીધમકી આપતા રાજપીપળા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે
જેમા ફરીયાદી મોહમદનઈમ મોહમદયુનુશ ખત્રી( રહે, શાકમાર્કેટ રોડ સીમા સીલ્ક દુકાનની ઉપર
રાજપીપળા)એ આરોપી સાહીલ ઉર્ફે કાલુ વેવટો ઇસ્માઇલ મલેક, સમીરભાઇ ઉર્ફે ગણેશભાઇ ઇસ્માઇલ
મલેક બંને રહે, કસ્બાવાડ રાજપીપળા) ઇરફાન ઉર્ફે જગન્નાથ (રહે, શાકમાર્કેટ, રાજપીપળા) સામે ફરિયાદ કરી છે.

ફરીયાદની વિગત મુજબ ફરીયાદી મોહમદયનુશભાઇ શાકમાર્કેટ રોડ સીમાસીલક નામનીદુકાને હતા.તે
વખતે આરોપી સોહીલ આવી કહેવા લાગેલ કે તમારી દુકાનની આગળ મોટરસાયકલ કેમ ઉભી રાખેલ છે.?
તેમ કહેતા મોહમદ યુનુશભાઇનો ભાઇ સાહેદ મોહમદઅતીક એ કહેલ કે આ મોટરસાયકલ ગ્રાહકોની છે.અને અહીયા જ મુકે. બીજે ક્યા મુકે તેમ કહેતા આરોપી સાહીલ ગમે તેમ ગાળો બોલવા લાગેલ .અને તમને જોઈલેશુ તેમ બોલી જતો રહેલ,અને થોડીવારમાં ઉપરાણુ લઇ સાહીલ તથા સમીરભાઇ તથા ઇરફાનભાઈ આવી
સાહેદ મોહમદઅતીક નાઓ સાથે ઝપાઝપી કરવા લાગેલ જેથી તેમને છોડાવવા મોહમદયુનુશ આવતા તેઓને
સાહીદભાઇએ તેમના હાથથી મુઢ માર મારતા જમણા હાથની આંગળીમા મુઢ ઇજા તેમજ દાઢીના ભાગે
પકડી વાળ કાઢી લીધેલ તથા મોહમદઅતીક ઝપાઝપીમાં જમણા હાથની છેલ્લા આંગણીમા મુઢ ઇજા કરી ગાળો
બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી જઇ ગુનો કરાતા પોલીસે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે
.
તસવીર: જયોતિ જગતાપ,રાજપીપળા