*મંત્રી બન્યા જમીન દલાલ*
વડોદરા સેવાસદન દ્વારા પ્લોટની હરાજી વિવાદમાં આવી છે. ગુજરાત રાજ્યના મંત્રી યોગેશ પટેલે સંગમ પાસેના પ્લોટની હરાજીમાં ભાગ લઈ જમીન મેળવી હોવાની વાત બહાર આવતા રાજકીય ગરમાવો આવ્યો છે. મંત્રી પોતે જ હરાજીમાં ભાગ લઈ જમીન દલાલ બન્યા હોવાની વાત બહાર આવી છે. હરાજીમાં પારદર્શક વહીવટનો છેદ ઉડયો હોવાનો સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ આક્ષેપ કર્યો
*
*સ્ત્રી સશક્તિકરણની વાતો: મહિલાઓને નોકરીમાંથી છૂટી કરી દેવામાં આવી*
આંગણવાડી તેડાગરની મહિલાઓને છૂટા કરાતા રોષ ફેલાયો હતો. મહિલાઓ મોડાસા તાલુકા પંચાયત ICDS કચેરી પહોંચી હતી. 17 દિવસની નોકરી બાદ અચાનક છૂટા કરાતા મહિલાઓ રોષે ભરાઇ હતી. આરોપ લગાવ્યો હતો.
*
*82 ગામના ખેડૂતો પહોંચ્યા મામલતદાર ઓફિસ*
ભાવનગર જિલ્લાના સિહોર પંથકના ખેડૂતોએ નુકસાની વળતરની માંગ કરી. સિહોર તાલુકાના 82 ગામોના ખેડૂતો સિહોર ખાતે રેલી યોજી મામલતદાર કચેરીએ આવેદન પત્ર આપ્યું હતુ. જ્યા ભારે સુત્રોચ્ચાર કરી સહાય વળતર ચૂકવવાની માંગ કરી હતી
*
*ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્માર્ટ શાળાનું ઉદઘાટન કર્યુ*
અમદાવાદના ઈન્દ્રપુરી વોર્ડમાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્માર્ટ શાળાનું ઉદઘાટન કર્યુ છે. તેઓએ દાવો કર્યો કે પાંચ વર્ષમાં ત્રણ લાખ વિદ્યાર્થીઓ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં જોડાયા છે. શહેરની નામાંકિત શાળાના વિદ્યાર્થીઓ પણ સરકારી શાળામાં જોડાયા છે.
*
*ઊંઝા એપીએમસી સાત દિવસ રહેશે બંધ*
ઊંઝા એપીએમસી સાત દિવસ માટે બંધ રહેવાના છે. દિવાળીના તહેવારોને જોતા 12 નવેમ્બરથી 18 નવેમ્બર સુધી હરાજીનું કામકાજ બંધ રહેશે અને 19 નવેમ્બરે સવારથી હરાજી સહિતની કામગીરી રાબેતા મુજબ શરૂ થશે.
*
*નકલી પોલીસથી બચાવવા અસલી પોલીસ આવી મેદાને*
વડોદરામાં સોની વેપારીઓને નકલી પોલીસ બનીને ઠગવાના કિસ્સા સામે આવ્યા હતા. ત્યારે દિવાળી ટાણે હવે પોલીસ પણ સતર્ક બની છે. નકલી પોલીસ કરતબ ન બતાવે તે માટે વડોદરા પોલીસના સો કર્મચારીઓ દિવાળી દરમિયાન યુનિફોર્મમાં જ ફરજ બજાવશે
*
*મહિલા કોર્પોરેટરે કમિશ્નર કચેરીમાં થાળી વગાડી નોંધાવ્યો વિરોધ*
જામનગરમાં ભાજપના મહિલા કોર્પોરેટર રચના નંદાણીયાએ કમિશ્નર કચેરીમાં થાળી વગાડી રોડ મુદ્દે રજૂઆત કરી હતી. સ્થાનિકો સાથે કમિશ્નર કચેરીમાં થાળી વગાડી વિરોધ કર્યો હતો.
*
*વડતાલ મંદિરના સ્વામી નિત્યસ્વરૂપ સામે ગંભીર આક્ષેપ*
વડતાલ મંદિરના સ્વામી નિત્યસ્વરૂપ સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. સંપ્રદાયના હરિભક્તો પાસે મંદિરના જીર્ણોધ્ધાર માટે કરોડો રૂપિયા ઉઘરાવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે. સુરતના હરિભક્ત વાલજીભાઈ જોગાણ દ્વારા આરોપ મુકવામાં આવ્યો કે, ઓરિસ્સાના જગન્નાથપુરીમાં મંદિર બનાવવા માટે હરિભક્તો પાસેથી દાન અને ધર્માદા પેટે કરોડો રૂપિયા લેવામાં આવ્યા. તેમ છતા નિત્યસ્વરૂપ સ્વામીએ મંદિર ન બનાવી તમામ રૂપિયા બીટકોઈન અને બિલ્ડીંગ બનાવવા પાછળ ખર્ચ્યા
*
*સુરતમાં ખુલ્લેઆમ દારૂની રેલમછેલ*
સુરતમાં કેટલી હદે દેશી દારૂની ખુલ્લેઆમ હેરાફેરી થઈ રહી છે તેના દ્રશ્યો શહેરના ખટોદરા પોલીસ મથક વિસ્તારમાં જોવા મળ્યા છે. સ્થાનિક યુવક દ્વારા બુટલેગરો દ્વારા કરવામાં આવતી દેશી દારૂની હેરાફેરીના દ્રશ્યો પોતાના મોબાઈલમાં કંડારવામાં આવ્યા હોવા છતા ફરજ પર હાજર પોલીસ કર્મચારીઓએ દેશી દારૂ ભરેલી આશરે આઠ જેટલી મોપેડને રવાના કરી દીધી..
*
*સ્કૂલો ખોલવા અંગે SOP તૈયાર કરવા સૂચના અપાઈ*
રાજ્યમાં દિવાળી બાદ સ્કૂલો શરૂ કરવી કે કેમ તે મુદ્દે શિક્ષણ વિભાગમાં બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના આધારે રાજ્યમાં સ્કૂલો શરૂ થઇ શકે છે. નોઁધનીય છે કે શાળા સંચાલકોએ 50 ટકા ક્ષમતા સાથે વિદ્યાર્થીઓને ફિઝીકલ શિક્ષણ આપવા તૈયારી દર્શાવી છે.
*
*મંત્રીના 2 કેસો હાઈકોર્ટે કરી દીધા રદ*
ધારાસભ્ય પરષોત્તમ સોલંકી સામેના ૧૯૯૬માં નોંધાયેલા બોગસ વોટિંગના કેસ અને ૨૦૧૪માં નોંધાયેલા બેનામી રોકડના કેસની ફરિયાદ અને કાર્યવાહી ગુજરાત હાઇકોર્ટે રદ કરી છે. આ ઉપરાંત ૨૦૧૪ની ચૂંટણી દરમિયાન રાજકોટ જિલ્લાના જસદણમાં અને ૧૯૯૬ની વિધાનસભઆ ચૂંટણી દરમિયાન ભાવનગરમાં નોંધાયેલા કેસ રદ કરવાની પરષોત્તમ સોલંકીની બન્ને પિટિશન જસ્ટિસ ગીતા ગોપીએ મંજૂર કરી છે
*
*શ્રી દયાળજી અનાવિલ કેળવણી મંડળના હોદ્દેદારોની વરણી*
સુરત શ્રી દયાળજી અનાવિલ કેળવણી મંડળના વર્ષ 2020-21ના વર્ષ માટે હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં જયપ્રકાશભાઇ દેસાઇને પ્રમુખ, રાકેશભાઇ દેસાઇ ઉપપ્રમુખ, સંજયભાઇ દેસાઇની મંત્રી અને રાજીવભાઇ નાયક તેમજ મુકેશભાઇ દેસાઇની સહમંત્રી તરીકે વરણી કરવામાં આવી છે.
*
*ટ્રમ્પનું પરત ફરવું મુશ્કેલ; અનેક રાજ્યોમાં હિંસા 60ની ધરપકડ*
અમેરિકાના વોશિંગ્ટનની છે જ્યા રસ્તા પર એક પોસ્ટર પડ્યું છે જેના પર લખ્યું છે ટ્રમ્પ ઈઝ ઓવર. રાષ્ટ્રપતિ ચૂંટણીના અત્યાર સુધીના પરિણામ આવ્યા છે, તેમા પણ આ સંકેત જ મળી રહ્યા છે
12 વર્ષ પહેલાં બાઇડનની પાર્ટીના જ ઓબામાને 6.94 કરોડ વોટ મળ્યા હતા
બાઇડનને 7.10 કરોડ વોટ મળી ચૂક્યા છે, ગણતરી હજી ચાલુ છે
*
*પુષ્ય નક્ષત્રથી દિવાળી સર્વાર્થસિદ્ધિ યોગ*
7 નવેમ્બર: શનિવાર અને પુષ્ય નક્ષત્રનો સંયોગ બનવાથી આ દિવસે શનિ પુષ્ય યોગ બને છે. સાથે જ આખો દિવસ રવિયોગ પણ રહેશે. આ દિવસે ખરીદી કરી શકાય છે. શનિવાર હોવાને લીધે આ દિવસે પ્રોપર્ટી, ફર્નિચર, મશીનરી અને લાકડાંમાંથી બનેલી ડેકોરેટિવ વસ્તુઓની ખરીદી માટે શુભ છે.
12 નવેમ્બર: આ દિવસે ધનતેરસ પર્વ છે. ખરીદી માટે આ વણજોયું મુહૂર્ત પણ કહેવાય છે. આ દિવસે પ્રદોષ અને હસ્ત નક્ષત્રનો યોગ પણ બનવાથી વાહન, ભૂમિ, ભવન, આભૂષણ અને વસ્ત્રો વગેરે ખરીદી માટે શુભ છે.
14 નવેમ્બર: દિવાળી મહાપર્વ પર સૂર્યોદયની સાથે સર્વાર્થસિદ્ધિ યોગ શરુ થશે. તે રાતે 8 વાગ્યા સુધી રહેશે. લક્ષ્મી પૂજા સાથે આ દિવસે દરેક પ્રકારની ખરીદી માટે વિશેષ મુહૂર્ત છે.
*
*સુરત: પૂજા માટે પ્રગટાવેલા દીવાને લીધે ઘરમાં આગ*
ડિંડોલીના રામી પાર્ક પાસે ગઈકાલે રાત્રે કડવાચોથ નિમિત્તે પૂજા પાઠ માટે સળગાવેલા દિવાના લીધે આગ ફાટી નીકળતા રૂ. 25,000 સહિતની ચીજવસ્તુઓ બળી જતા ત્યાં ભારે અફડાતફડી મચી જવા પામી હતી.
*
*સરકારી નોકરી GPSC દ્વારા 1203 જગ્યા ભરશે*
જીપીએસસી દ્રારા નવુ ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવ્યુ આગામી વર્ષમા થનારી ભરતીઓના સંદર્ભે કરાઈ જાહેરાત
અલગ અલગ 1203 જગ્યાઓ માટે જીપીએસસી કરશે ભરતી 199 ક્લાસ 1-2 ની ભરતી કરવામાં આવશે સરકારી આર્ટસ સાયન્સ અને બીએડ કોલેજ માટે પણ ભરતી 51 આરએફઓ અને 257 ડીવાયએસઓ ની પણ કરાશે ભરતી આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ડિસેમ્બર મહિનાથી આ ભરતી પ્રક્રિયાનો પ્રારંભ શરૂ થશે.
*
*કોલેજનો ક્લાર્ક લાખો રૂપિયાની ફી લઇને ફરાર*
અમદાવાદના ગોતા વિસ્તારમા આવેલી આદિત્ય સીલ્વર ઓક ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી કોલેજ સાથે રૂ 17 લાખની છેતરપિંડી થતા સોલા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાઈ છે. આ કૌભાંડમા અન્ય કોઈ વ્યકતિની સંડોવણી છે કે નહિ તે મુદ્દે પણ તપાસ શરૂ કરી છે.
*
*શરીર પર દારૂની બોટલ બાંધીને વેચવા નીકળી મહિલા*
સુરતમાં મહિલા બૂટલેગરનો ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. જેમા મહિલા જે રીતે દારૂનો વેપલો કરી રહી છે તેનો વીડિયો જોઈને સૌ કોઈ ચોંકી જાય. કેવી રીતે આ મહિલા દારૂની બોટલોને છુપાવવા પોતાના શરીરનો ઉપયોગ કરી રહી છે તે જોવા જેવુ છે. સાથે જ આવી મહિલાઓ ગુજરાતના દારૂબંધીના કાયદાને કઈ હદે તોડે છે તે પણ જોઈ શકાય છે. મહિલા પોતાના શરીર પર 20 થી 30 દારૂની બોટલ બાંધી રહી છે.
*
*લઠ્ઠાકાંડનો હાહાકાર 27 ના મોત*
હરિયાણાના સોનીપત જિલ્લાનો છે જ્યા ગેરકાયદે દારૂ પીવાના કારણે વિવિધ વિસ્તારોના 27 ના મોત નીપજ્યા છે પોલીસને શંકા છે કે આ મોતનું કારણ નકલી દારૂ હોઈ શકે છે તેથી ત્યા અમને હજી સુધી સોનીપટના એએસપી વિરેન્દ્રસિંહ દ્વારા કોઈ ફરિયાદ મળી નથી હાલમાં ચાર મૃતદેહોની ઓટોપ્સી તપાસ ચાલી રહી છે. જે આ માટે જવાબદાર છે તેને બક્ષવામાં આવશે નહીં.
*
*ફેબ્રુઆરી સુધી લૉન્ચ થઈ શકે વેક્સીન*
ભારત બાયોટેક અને ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ (ICMR) મળીને ભારતમાં કોરોના વાયરસની સંભાવિત રસીનું નિર્માણ કરી રહ્યા છે ભારત બાયોટેકના કોવિડ-19 વેક્સીન જલદી જ લૉન્ચ થાય તેવી શક્યતા છે આઈસીએમઆર મુજબ આ વેક્સીનને ફેબ્રુઆરીમાં લૉન્ચ કરવામાં આવી શકે છે આ મહિનાના શરૂઆતમાં જ વેક્સીનના ચોથા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ શરૂ થઈ ગયું છે અત્યાર સુધીના અધ્યયનોથી આ સુરક્ષિત અને પ્રભાવી થયું હોવાનું જણાયું છે
ટ્રાયલની સફળતા જોતાં જલદી જ લૉન્ચ થઈ શકે વેક્સીન
*
*ગુજરાત સ્થિત મારુતિ પ્લાન્ટમાં ઉત્પાદન શરૂ થશે*
તહેવાર સીઝનમાં ગ્રામીણ બજારની માંગ અને સકારત્મક બઢતને જોતા ભારતની સૌતી જબરી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી ગુજરાતના હંસલપુરમાં પોતાના પ્લાન્ટ નંબર 3નું પરિચાલન શરૂ કરવાની તૈયારી કરી રહી છે. કંપનીએ આ અંગે જાણકારી આપી છે.
*
*નીતીશ કુમારની ઘોષણા આ મારી છેલ્લી ચૂંટણી*
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ત્રીજા તબક્કાના મતદાન પહેલા મુખ્ય પ્રધાન નીતીશ કુમારે મોટી જાહેરાત કરી છે. પૂર્ણિયામાં ચૂંટણી સભાને સંબોધન કરતા નીતીશ કુમારે કહ્યું કે, આ મારી છેલ્લી ચૂંટણી છે. નીતીશ કુમારે કહ્યું કે જાણો કે આજે ચૂંટણીનો અંતિમ દિવસ છે અને બીજો દિવસ ચૂંટણીનો છે. આ મારી છેલ્લી ચૂંટણી છે.
*
*કોરોનાને લઈને પ્રકાશ જાવડેકરનું સૌથી નિવેદન નહિ આવે બીજી લહેર*
એક તરફ દેશમાં કોરોના કેસની સંખ્યા 84 લાખને પાર પહોંચી ગઈ છે ત્યારે કોરોના વાયરસની બીજી લહેરને લઈને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે મહત્વનું નિવેદન
*
*દિવાળી પછી શાળામાં શૈક્ષણિક કાર્યનો આરંભ થઈ જશે*
કોવિડ-19ને કારણે રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલો માર્ચ-2020થી બંધ કરવામાં આવી હતી. છેલ્લા 7 મહિનાથી બંધ કરાયેલી સ્કૂલો ફરીથી ચાલુ કરવા માટે બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય લીધો છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતુંકે, મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં દિવાળી પછી સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય આરંભ વાનો નિર્ણય લેવાયો છે.
*
*અમેરિકન ઇતિહાસના તોડ્યા રેકૉર્ડ*
કોના હાથમાં હશે અમેરિકાની ડોર અમેરિકાની ડોર ડોનાલ્ડ ટ્રમ્પના હાથમાં હશે કાં તો સત્તા પર જો બાઇડન બેસશે, અત્યાર સુધી એ વાતની સ્પષ્ટતા નથી થઈ રાષ્ટ્રપતિ બનવા માટે કોઇ એકને 538 ઇલેક્ટોરલ વોટમાંથી ઓછામાં ઓછા 270માં જીત નોંધવવાની રહેશે
*
કચ્છના નીરજ અંતાણી અમેરિકામાં સેનેટર ચૂંટાયા
અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાઇ રહી છે. અમેરિકામાં જન્મેલા અને મૂળ કચ્છના નીરજ અંતાણી રિપબ્લિકનના ઓહાયો રાજ્ય સેનેટ માટે ચૂંટાયેલા પ્રથમ ભારતીય-અમેરિકન બન્યા છે.
*
*દિવાળી નિમિત્તે કચ્છ એક્સપ્રેસ સ્પેશ્યલ ટ્રેન*
કચ્છ એક્સપ્રેસ નવા નંબર સાથેની 09456 ટ્રેન ૮ નવેમ્બરે ભુજથી રાતના ૮.૧૫ વાગ્યે ઊપડશે, જે બીજા દિવસે ૯ નવેમ્બરે ૧૧.૨૫ વાગ્યે બાંદરા પહોંચશે. દિવાળી તથા કાર્તિક પૂર્ણિમાને અનુલક્ષીને શ્રી કચ્છ પ્રવાસી સંઘ દ્વારા રેલવેને વધારાની ટ્રેન માટે માગણી કરાઈ હતી
*
*પૂજાની થાળી સાથે પ્રિયંકા ચોપરાએ વિદેશમાં મનાવી કરવાચોથ*
પ્રિયંકા ચોપરાએ 2020માં કરવાચોથ રાખી એના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. પ્રિયંકાએ રેડ સાડીમાં પતિ સાથે અને તેની થાળી સાથેનો ફોટો શેર કરીને બધાને કરવાચોથની શુભકામના આપી છે.
*
*મતના કાઉન્ટિંગ માટે 8 સ્થળ જાહેર સ્થાનિક અને જિલ્લા હેડક્વાર્ટરે મતગણતરી થશે*
ગાંધીનગરડાંગ, મોરબી સહિતની 4 બેઠકો પર જિલ્લા કક્ષાએ અને 4 બેઠકોનું સ્થાનિક કક્ષાએ મતગણતરી થશેગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠક માટે 3 નવેમ્બરે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી . તમામ 8 બેઠક પર કુલ સરેરાશ 58 મતદાન થયું હતું.
*
*સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મહારાજનો 172મો પાટોત્સવ ઉજવાયો*
ભાવનગર બોટાદ જિલ્લાના સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનો આજે 172મો પાટોત્સવ પરંપરાગત અને ધાર્મિક રીતરિવાજ સાથે સંતો અને હરિભકતોની વિશાળ હાજરીમાં ઉજવવામાં આવ્યો હતો. આ પાટોત્સવમાં હનુમાન દાદાને અન્નકૂટ ધરાવી આરતી કરવામાં આવી હતી
*
*ડ્રાઇવિંગ લાઇસન્સની ટેસ્ટ માટે આરટીઓના ધકકા નહીં ખાવા પડે*
ગાંધીનગર રાજ્યમાં જેમને ડ્રાઈવિંગ લાઈસન્સ કઢાવવાના બાકી છે, તેમને કાચા ડ્રાઇવિંગ લાઇસન્સની ટેસ્ટ માટે હવે વેઈટિંગ નહીં કરવું પડે. હવે તમારા ઘરની બાજુમાં રહેલી આઇ.ટી.આઇ. કચેરીએ બપોરની જગ્યાએ સવારથી ટેસ્ટ લેવાનું શરૂ કરાયું છે. પહેલા બપોરે 2.30 વાગ્યાથી સાંજે 5.30 વાગ્યા સુધી ટેસ્ટ લેવાતો હતો.
*
*ટ્રમ્પના દીકરાએ કાશ્મીરને પાકિસ્તાનમાં દર્શાવતો નક્શો શૅર કર્યો*
ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે ભારતને જો બાઇડનનો સમર્થક દેશ ગણાવ્યો અમેરિકાની રાષ્ટ્રપ્રમુખ ચૂંટણીમાં મતદાન પૂરુ થઈ ગયું છેઆ દરમિયાન રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પના દીકરા ડોનાલ્ડ જૂનિયર એ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક વિવાદાસ્પદ પોસ્ટ કરી છે.
*
*આત્મનિર્ભર લોન 42,832 અરજીઓ પૈકી 510.47 કરોડની લોન મંજૂર*
જલ્દી જ પૂર્ણ થઈ રહેલી રાજ્ય સરકારની આત્મનિર્ભર યોજના 1 અને 2 હેઠળ રૂ.1 લાખ અને 2.50 લાખની લોન આપવામાં ગુજરાતના 33 શહેર અને જિલ્લા પૈકી સુરત નંબર-1 પર રહ્યું છે. મે માસથી શરૂ થયેલી આ યોજનામાં અત્યાર સુધી સુરતમાં 42,832 અરજીઓ પૈકી 510.47 કરોડની લોન મંજૂર કરવામાં આવી છે
*