તા.૧૫ને ૧૬ એમ બે દિવસમા સાગબારા તાલુકામા જઈશ અને દેડીયાપાડા તાલુકામા પોણાચાર ઇંચ વરસાદે બંન્ને તાલુકાને ઘમરોળ્યા
બેદિવસમા નાંદોદ તાલુકામાં ૩ ઈચ, તિલકવાડામાં ૩.૨૫ઈચ ,ગરુડેશ્વર તાલુકામા ૨.૫ઇચ , વરસાદ.
રાજપીપળામા સતત ચાર દિવસથી એકધારો ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમા ખેતરોમાપાણી ભરાયા
નર્મદાના તમામ ડેમોની સપાટીમા પણ સતત વધારો
રાજપીપળા,તા.૧૬
નર્મદા જિલ્લામાં સતત ત્રીજા અને ચોથા દિવસે પણ ભારે વરસાદ ચાલુ રહ્યો હતો.પાંચેય તાલુકામાબેદિવસમા ૨.૫થી ૪ ઇંચ વરસાદ ખાબક્યો હતો.જેમા પુર નિયંત્રણકક્ષના સત્તાવાર આંકડા પ્રમાણે તા.૧૫ અને ૧૬ નારોજ અનુક્રમે દેડીયાપાડા તાલુકામાં
૭૮મીમી અને ૧૩ મીમી મળીને ૯૫ મીમી(ર.પાંચ) વરસાદ થયો હતો, અને સાગબારા તાલુકામા 79મીમી અને ૨૧મીમી મળી
100મીમી(૪ ઇંચ),નાંદોદ તાલુકામા૪૫મીમી અને ૩૬ મીમી મળી૮૧મીમી૭ઈચ), તિલકવાડામા ૬૦મીમી અને ર૫ મીમી
મળી ૮૫ મીમી ૩.૨ ઇંચ) ગરુડેશ્વર તાલુકામા ૫૧મીમી અને ૧૪ મીમી મળી ૧૫ મીમી ૨.૨૫ ઈચવરસાદ થયો છે. છેલ્લા
ચાર દિવસથી એકધારાસતત સતત ભારે વરસાદથવાને કારણે નર્મદા જિલ્લાનું જનજીવન ખોરવાઈ જવા પામ્યુ છે
જિલ્લામાં ચાલુ વર્ષનો મોસમના કુલ વરસાદની આજદીન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો ૧૧૨૪ મીમી વરસાદ
સાથે જિલ્લામા મોખરાના સ્થાને રહ્યો છે. જયારે સાગબારા તાલુકો ૮૨૭ મીમી સાથે દ્વિતિય સ્થાને, નાંદોદ તાલુકો ૫૪૭મીમી
સાથે તૃતિય સ્થાને તિલકવાડા તાલુકો૫૩૧ મીમી સાથે ચોથા ક્રમે અને ગરુડેશ્વર તાલુકો ૪૩૯ મીમી વરસાદ સાથે પાંચમાસ્થાને
રહેવા પામ્યો છે,
છેલ્લા ચાર દિવસથી સતત ભારે વરસાદની આવકને પગલે નર્મદાના તમામ ડેમોની સપાટીમા સતત વધારો નોંધાયો છે . જેમા
જિલ્લાના વિવિધ ડેમની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ ૧૨૦.૨૬મીટર કરજણ ડેમ, ૧૦૯.૧૯ મીટર. નાના
કાકડીઆંબા ડેમ ૧૮૫.૧૦મીટર અને ચોપડવાવ ડેમ ૧ ૮ ૬. ૪o મીરની સપાટી રહેવા પામી છે. જયારે નર્મદા નદીનું ગરૂડેશ્વર
પાસેનુ ગજ લેવલ ૧૪.૨૯ મીટર હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂરનિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયા છે
તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા