અમદાવાદથી મહારાષ્ટ્ર જતી પૌઆ ભરેલી ટ્રક નીચે ઉતરી જતા અકસ્માત. પૌઆની ગુણોને નુકસાન.

રાજપીપળા,તા.6

દેડીયાપાડા નજીક હાઈવે ટર્નિંગ ખાતે અમદાવાદ થી મહારાષ્ટ્ર જતી પૌઆ ભરેલી ટ્રક રોડની સાઈડે નીચે ખાડામાં ઉતરી જતાં અકસ્માત સર્જાયો હતો.જેમાં આ ટ્રક નંબર એમ.એચ 05 ડીએચ 1286 ની ટ્રકમાં પૌઆની ગુનો ભરેલી હતી, ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક રોડની સાઇડે પલટી ખાઈ ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. જોકે પૌઆની ગુણોને બહાર કાઢી ખાલી કરી ટ્રકને બહાર કાઢવામાં આવી હતી.

રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા