શું માતા આવી પણ નિષ્ઠુર અને નિર્ણય હોઈ શકે ?

ઘરમાં થાંભલા સાથે ઓઢણી તેમજ દોરીથી બાંધી દીવાસળી તેમજ લોખંડનો સળિયો ગરમ કરી 8 વર્ષના પોતાના પુત્રની સગી માતા દ્વારા શરીરે ડામ આપી શારીરિક યાતના આપવાની ચકચારી ઘટના.
રાજપીપળા ટેકરા ફળિયામાં પોતાની સગી જનેતાએ પોતાના 8 વર્ષના બાળકને પુત્રની ભૂલ સુધારવા પુત્રને નિર્દય બની શારીરિક શિક્ષા કરવાની ચકચારી ઘટના.
શારીરિક યાતના ત્રાસ આપી બહારથી ઘરના દરવાજાને તાળું મારી દઈ ઘરમાં ગોંધી રાખતા પોલીસ ફરિયાદ.
રાજપીપળા,તા.6
રાજપીપળા ટેકરા ફળિયા માં પોતાની સગી જનેતાએ પોતાના 8 વર્ષના બાળકને પુત્રની ભૂલ સુધારવા પુત્રને નિર્ણય ઘણી શારીરિક શિક્ષા કરવાની ચકચારી ઘટના સામે આવી છે. જેમાં પોતાના બાળકને ઘરમાં થાંભલા સાથે ઓઢણી તેમ જ દોરીથી બાંધીને દીવાસળી તેમજ લોખંડનો સળિયો ગરમ કરી શરીરે ડામ આપી શારીરિક યાતના આપવાની ચકચારી ઘટના રાજપીપળામાં ચર્ચાનો વિષય બની છે. જેમાં પોતાના બાળકની સગી માતાએ શારીરિક યાતના ત્રાસ આપી બહારથી ઘરના દરવાજાને તાળું મારી દઈ ઘરમાં ગોંધી રાખી રાજપીપળા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.આ બાબતે તેના પિતાને થતાં આ ઘટનાથી ડઘાઈ ગયેલા પિતાએ તેની માતાની સારી રીતે યાતનામાંથી છોડાવવા પથ્થર હૃદયની પોતાની પત્ની સામે પતિએ રાજપીપળા પોલીસ મથકમાં નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.
આ બાબતે ફરિયાદી રવિકુમાર ચંપકભાઈ વસાવા (રહે, નવાધાબા ફળિયા) એ આરોપી જયશ્રીબેન જયંતીભાઈ સોની (રહે,રાજપીપળા, ટેકરા ફળિયા નવી ટાકિ પાસે )સામે ફરિયાદ કરી છે.
ફરિયાદી રવિકુમાર ચંપકભાઈ વસાવાના લગ્નના નજીકના જ ટેકરાફળિયામાં રહેતી જયશ્રીબેન જયંતીભાઈ સોની સાથે થયા હતા.પણ બંને વચ્ચે કોઈ કારણસર છૂટાછેડા લીધા હતા.અને છૂટાછેડા બાદ પુત્ર વૈભવ તેની માતા જયશ્રીબેન સાથે રહેતો હતો.8 વર્ષનો પુત્ર કોઈક વસ્તુ ઘરમાં લઈ આવ્યો હતો, તેથી તેની માતા ચીડાઈ હતી. અને તેને તેની ભૂલ સુધારવા સજાના ભાગરૂપે ગુસ્સામાં આવી નિષ્ઠુર બની થાંભલા સાથે ઓઢણી તેમજ દોરીથી બાંધી દઈ દીવાસળી તેમ જ લોખંડનો સળિયો ગરમ કરી શરીરે દામ આપી શારીરિક યાતના ત્રાસ આપી, બહારથી ઘરના દરવાજાને તાળું મારી દેતા બાળક ડઘાઈ ગયો હતો.તેનો અવાજ સાંભળીને તેના પિતાને જાણ કરતા પુત્રને છોડાવવા બાદ તેની પત્ની સામે પોતાના પુત્ર પર શારીરિક અત્યાચાર ગુજરાત પોલીસ ફરિયાદ રાજપીપળા પોલીસ મથકમાં નોંધાતા ચકચાર મચી જવા પામી છે.
રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા