ફિરોઝનું વ્યક્તિત્વ

ફિરોઝનું વ્યક્તિત્વ જ એવું હતું, એમની નસોમાં વ્યક્તિત્વવહેતા પઠાણી લોહીએ એમને શીખવ્યું હતું કે એ દુનિયાની રીત મુજબ નહીં ચાલે પણ દુનિયાને પોતાની રીતે ચલાવશે, “ધર્માત્મા’ જો હૉલિવુડની ફેમસ ફિલ્મ ‘ગૉડફાધર’ની રિમેક હતી તો જ્યારે એમણે કાઉ બૉય હેટ પહેરી ત્યારે લોકોએ એમની સરખામણી ક્લિન્ટ ઇસ્ટવૂડ અને સ્ટીવ મક્વીન જેવા દિગ્ગજો સાથે કરી, એમની બોલવાની અને બંદુક પકડવાની સ્ટાઇલના તો લાખો લોકો દિવાના હતા