હાઈરિસ્ક મેડિકલ હિસ્ટ્રી ધરાવતી મહિલા ની પણગામ પાસે સફળ 108માં પ્રસૂતિ કરાવી. 108 ની સેવા નર્મદાના દર્દીઓ માટે આશીર્વાદરૂપ પુરવાર થઇ.

આ અગાઉ આ મહિલાના 4 બાળકો ડિલિવરી સમયે જ મૃત્યુ પામ્યા હતા.
રાજપીપળા,તા. 4
નર્મદાના દેડિયાપાડા તાલુકાના પણ ગામે મનિષા વસાવા ને પ્રસૂતિનું દર્દ ઉપડતા 108ને જાણ કરાઈ હતી.જ્યાં દેડીયાપાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવી હતી.આ પહેલા તેમને 4 બાળકોની ડિલિવરી સમયે જ મૃત્યુ પામ્યા હતા. મેડિકલ હિસ્ટ્રી પ્રમાણે પેસન્ટની હાલત હાઈરિસ્ક ગણવામાં આવતી હતી.જેથી ઇમર્જન્સીમાં મનીષાબેનને ઝઘડીયા સેવા રૂરલ ખાતે રીફર કરવાનું સૂચન તરફથી મળ્યું હતું. આમ અહીંયા થી ઝઘડીયા રીફર કરતાં 108ના પાયલોટ દિલીપ તડવી અને નર્સ વર્ષા તડવી 108ને લઈને જેશપોર સુધી પહોંચી ગયા હતા. મહિલાને વધુ દર્દ ઉપાડતા પ્રસૂતિ કરાવી પડે તેમ હતી. જેથી જેશપોર ગામના સ્ટેશન પાસે વર્ષાબેન તડવીએ પોતાની સૂઝબૂઝ અને આવડતથી આધારે હાઈ રિસ્ક મેડિકલ હિસ્ટ્રી ધરાવતી પેશન્ટની સફળ પ્રસૂતિ કરાવી હતી.108 ની સેવા નર્મદાના દર્દીઓ માટે આશીર્વાદરૂપ પુરવાર થઇ હતી.
રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા