*ચિત્રોડ ખાતે આવેલ સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક નિર્માણ કાર્યની જાત મુલાકાત કરતા પૂર્વ સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકી*
કચ્છ, એબીએનએસ: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ચિત્રોડ ગામ ખાતે આવેલ સંત શિરોમણી શ્રી ત્રિકમ સાહેબના મંદિર પરિસરનો વિકાસ કરવા માટે અમદાવાદ પશ્ચિમ લોકસભા મત વિસ્તારના ના લોકપ્રિય ,પ્રભાવશાળી ,પ્રજા વસ્તલ પૂર્વ સાંસદ ડોક્ટર કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકીએ ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રૂપિયા ત્રણ કરોડના ખર્ચે વિકાસ કરવા માટે રજૂઆત કરી હતી. જે અન્વયે ગુજરાત રાજ્ય પ્રવાસન વિકાસ વિભાગ દ્વારા ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપક્રમે રૂપિયા ત્રણ કરોડના ખર્ચે યાત્રાળુઓના નિવાસ માટે તેમજ મંદિર સંચાલક મંડળની ઓફિસની સુવિધાઓ સહિત ચાર માળનું ભવ્ય અદ્યતન બિલ્ડીંગનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ચિત્રોડ ગામ ખાતે ચાલી રહેલ આ વિકાસ કામની કામગીરીનું જાત નિરીક્ષણ કરવા માટે પૂર્વ સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકી, પૂર્વ સાંસદ રાજ્ય સભા શ્રી રાજુભાઈ પરમાર એ મંદિર પરિસર વિકાસની ચાલી રહેલ કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું હતું. અને આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગુજરાત ભાજપ સરકારના શાસનમાં દલિત સમાજના ધર્મસ્થાનકો નો અદકેરો વિકાસ થઈ રહ્યો છે.
પૂર્વ સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકીએ વધુમાં જણાવેલ કે પ્રવર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન માં ચિત્રોડ સહિત મારી રજૂઆત અન્વયે અમદાવાદ જિલ્લાના કેશરડી ગામ ખાતે સંત શ્રી જોધલપીર મંદિરનો પણ રૂપિયા દસ કરોડના ખર્ચે તેમજ પાટણ ખાતે આવેલ વીર મેઘમાયા મંદિરનો વિકાસ રૂપિયા 11 કરોડના ખર્ચે થઈ રહ્યો છે જે ગૌરવ પુર્ણ બાબત છે.
સંત શિરોમણી શ્રી ત્રિકમ સાહેબ મંદિર ચિત્રોડ ટ્રસ્ટ ટ્રસ્ટીઓ ,ચિત્રોડ ગામના ગ્રામજનોએ બંને પૂર્વ સાંસદોનુ શાલ ઓઢાડી પાઘડીને ફુલ હાર પહેરાવીને ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું .