જેડીયુના મહાસચીવ ઐયુબ મેમણે નર્મદા ક્લેકટરને પત્ર લખી કોરોના રસંક્રમણથી પ્રવાસીઓને બચાવવા સ્ટેચ્યું પર પ્રવાસીઓનું આગમન બંધ કરવા લેખીત રજૂઆત.

જેડીયુના મહાસચીવ ઐયુબ મેમણે નર્મદા ક્લેકટરને પત્ર લખી કોરોના રસંક્રમણથી પ્રવાસીઓને બચાવવા સ્ટેચ્યું
પર પ્રવાસીઓનું આગમન બંધ કરવા લેખીત રજૂઆત

હાલ ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ થઈ રહયો છે ત્યારે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરાથી આવતા
પ્રવાસીઓ માટે સંક્રમણનો ખતરો

રાજપીપળા,તા.૨૩,

જેડીયુના મહાસચીવ ઐયુબ મેમણે નર્મદા કલેકટરને પત્ર લખી કોરોના સંક્રમણથી પ્રવાસીઓને બચાવવા સ્ટેચ્યું
પર પ્રવાસીઓનું આગમન બંધ કરવા લેખીત રજૂઆત કરી છે.પત્રમાં જણાવ્યુ છે કે દિવાળી પછી નર્મદા સહીત
સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસોમાં અનહદ વધારો થયો છે. જે ચિંતાનો વિષય બન્યો છે. ખાસ કરીને
અમદાવાદમાં કરફયૂ લગાવાયો છે તો સુરત, વડોદરા, રાજકોટ જિલ્લામાં પણ રાત્રી કરફયુ લગાવાયો છે. જ્યારે
નર્મદા જિલ્લામાં મા કોરોના કેસોમા દિવાળી પછી વધારો થયો છે. જિલ્લામાં કોરોનાના કેસો ૧૪૦૦ને પાર કરી
ગયા છે ત્યારે એવા ટાણે કેવડીયા ખાતે આવેલ સ્ટેગ્યુના પ્રવાસે આવતા મોટી સંખ્યામાં પ્રવાસીઓમાટે કોરોના
સંક્રમણનો ખતરો વધી શકે છે ત્યારે પ્રવાસીઓના હીતમાં કોરોનાથી બચવા હાલ પુરતુ સ્ટેશ્યને બંધ રાખવાની
લેખીત રજૂઆત કરી છે.
મહાસચીવ ઐયૂબ મેમણે જણાવ્યુ છે કે રાત્રી કરફયુ લગાવ્યો છે પણ શુ કોરોના રાત્રે જ આવે છે?દિવસે કોરોના
નથી લાગતો? ત્યારે સરકાર પ્રજાલક્ષી નિર્ણય લે અને હાલ સ્ટેશ્ય બંધ કરાવે તેવી માંગ ઉઠી છે,

તસવીર: જયોતિ જગતાપ,રાજપીપળા