રાજપીપળા મા 447 એકરમાં એરપોર્ટ સહિત રનવે બનશે. તડામાર તૈયારીઓ શરૂ.

દેશના વિવિધ રાજ્યો માંથી ડોમેસ્ટિક ચાર્ટર પ્લેન રાજપીપલા ઉતરશે
આજે ગુજરાત એવિએશિયાન અને કેન્દ્રીય એવિએશની ટીમ રાજપીપલા ખાતે આવી સર્વે કર્યો..

.હાલ ત્રણ હેલિપેડ બનાવવામાં આવ્યા
એક નાનો રનવે બનાવવા માં આવ્યો

રાજપીપળા તા 4

રાજપીપળા વાસીઓ અને પ્રવાસીઓ માટે આનંદ ના સમાચાર છે કે રાજપીપળા મા કરજણનદી કિનારે એરોડ્રમ ની જગાએ નાનુ એરપોર્ટ બનશે

રાજપીપલા એરોડ્રામ ખાતે હવે ત્રણહેલિપેડ બનાવ્યા છે
આજે ગુજરાત એવિએશિયાન અને કેન્દ્રીય એવિએશની ટીમ રાજપીપલા એરોડ્રમ ની જગ્યાનું નિરીક્ષણ કરવા ગાંધીનગ થઈ હેલીકોપ્ટર મા ટીમ આવીખાતે આવી સર્વે કર્યો. હતો અને જગ્યા નું નિરીક્ષણ કર્યુ હતુ.હાલ આ જગાએ ત્રણ હેલિપેડ બનાવવામાં આવ્યાછે

અહીએક નાનો રનવે બનાવવા માં આવી રહ્યો છે.447 એકર માં આ એરપોર્ટ સહિત રનવે બનશે.દેશના વિવિધ રાજ્યો માંથી ડોમેસ્ટિક ચાર્ટર પ્લેન રાજપીપલા ઉતરે
એવી શક્યતાઓ જોવા મળી રહી છે. પહેલા મોટા પ્લેન માટે રનવે બનાવી એર સ્ટ્રીપ બનાવવાનું નક્કી થયું હતું પરંતુ જેટલી જમીન છે એટલામાં એર સ્ટ્રીપ
રનવે બની શકે એમનથી તેથી એ માટે કેન્સલ કરવામાં આવ્યું હતું .હવે ફરી આ જગ્યાએ એર સ્ટ્રીપ બનશે આજે અધિકારીઓએમુલાકાત લીધી.તેમના જણાવ્યા અનુસાર આગામી એક વર્ષમાં
પ્લેન સારું થઈ જશે.
આ બાબતે ગુડસેલ ના CEO એ વાતચીત માં જણાવ્યું હતું કે રાજપીપલા ખાતે જે જમીન છે તેમાં નાના ચાર્ટર પ્લેન ઉતરાણ કરી શકશે.
દેશના અલગ અલગ રાજ્યો માંથી પ્લેન અહીંયા આવશે ને પ્રવાસીઓ ઝડપથી અવર જવર કરી શકશે. વિદેશી પ્રવસીઓને પણ ખૂબ સરળતા થઈ જશે.
ગૂડસ પ્લેન પણ આવશે. જેનાથી કેળા સહિત ના ઉત્પાદનો ઝડપ થી મુંબઈ કે વિદેશ લઈ જઈ શકશે.

તસવીર: જયોતિ જગતાપ રાજપીપળા