દેવમોગરા ગામ પાસે ટેકરા પાસે અથડાયેલી મોટરસાયકલ હવામાં ઉછળતા 6 ને ગંભીર ઇજાઓ.

રાજપીપળા,તા. 4
દેડિયાપાડાના દેવમોગરા પાસેથી પોતાની મો.સા. નંબર જીજે 16 સીક્યુ 7645 પૂરઝડપે આવી મારવા જતા મો.સા. ઉપરનો કાબૂ ગુમાવી દઈ મો.સા. ટેકરાને અથાડી હવામાં ઉછાળતા જતા અંકુરભાઇ મનોજભાઈ વસાવાની ફેક્ચર કરી કેતનભાઇ રાજેશભાઈ વસાવા, અલ્પનાબેન કુંવરજીભાઇ ચૌધરી તથા કલ્પનાબેન કુંવરજીભાઇ ચૌધરીને ઇજાઓ કરી રજનીશ લાલસીંગભાઈ વસાવા અને માથામાં ગંભીર ઈજા કરી હતી.અને તેની પાછળ બેસેલા અનિલભાઈ મનુભાઈ વસાવાને પણ ઇજા થઇ હતી. જ્યારે મોટરસાયકલ ચાલક રજનીભાઈ લાલસીંગભાઈ વસાવાએ પણ મોટરસાયકલ પુરઝડપે હંકારી લાવી રોડની સાઈડે આવેલ ટેકરાની તળ સાથે અથાડી મો.સા.ને હવામાં ઉછાળી અલ્પનાબેનને તથા પોતાની ઈજાઓ પહોંચાડતા દેડીયાપાડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા