*આજે મતદાન પેટાચૂંટણીની તમામ તૈયારીઓ પૂર્ણ*

18 હજાર 700 મતદાન કેન્દ્રો પર 18.75 લાખ મતદારો કરશે મતદાન
રાજ્યની 8 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા મતદાનને લઇ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. મુરલીક્રિષ્નાએ જણાવ્યું કે 8 બેઠકો પર કુલ 18.75 લાખ મતદારો છે. જેમના માટે 18 હજાર 700 મતદાન કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. 1 બુથ પર 1 હજાર લોકો મતદાન કરી શકશે. ચૂંટણી માટે 819 ઓબ્ઝર્વર નિયુક્ત કરાયા છે.