વડીયા ગામે રોયલ સન સીટી ફેસ-૩રના મકાનમાં

સોનાના દાગીનાની ચોરી

સોનાના દાગીના તથા રોકડ રકમ મળી કિ. રૂ.૩,૪૯,૬૦૦/-મતાની ચોરી

 

રાજપીપલા, તા 26

 

નાંદોદ તાલુકાના વડીયા ગામે રોયલ સન સીટી ફેસ-૩રના મકાનમાં

સોનાના દાગીનાતથા રોકડ રકમ મળી કિ. રૂ.૩,૪૯,૬૦૦/-મતાની ચોરીની ફરિયાદ રાજપીપલા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

 

જેમાં ફરિયાદી રાજુભાઇ ડાહ્યાભાઇ રોહિત ( ધંધો ફોટોગ્રાફી રહે.પોઇચા રોહીત ફળીયુ તા.નાંદોદ) એ કોઈ અજાણ્યા ચોર ઈસમ સામે રાજપીપલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધી છે.

 

ફરિયાદની વિગત અનુસાર કોઇ અજાણ્યા ચોર ઇસમ દ્રારા ફરીયાદીના મિત્ર સાગરભાઇભગવતભાઇ સોલંકીના મકાનનો મુખ્ય દરવાજાના પ્લાયના દરવાજાનુ સેંટર લોક તોડીને અંદર પ્રવેશકર્યો હતો.

અને બેડરૂમનુ તાળુ કોઇ સાધન વડે કાપી બેડરૂમની અંદર આવેલ લાકડાના પેટી પલંગમાં મુકેલ સ્ટીલનાડબામાં મુકેલ સોનાના દાગીના સોનાની ચાર બંગડી જુના જેવી જે એક બગડીનુ વજન આશરે સવાતોલાની ચાર બગડીનુ વજન પાંચ તોલા ગણી જેની હાલના અંદાજીત કિ.રૂ.૨,૫૦,૦૦૦/- તથા સોનાની ત્રણ જેન્ટસ વિંટી જે ત્રણ વિંટીનુ વજન મળી આસરે પોણા તોલુ જેની હાલની અદાજીત

કિ.રૂ.૩૭,૫૦૦/-, તથા સોનાની એક લેડીઝ વીટી જે આશરે અઢી ગ્રામ જેની હાલની અંદાજીત

કિ.રૂ.૧૨,૫૦૦/-, તથા સોનાનુ એક લેડીઝ ડોક્યુ જુના જેવુ જેનુ વજન આશરે અડધા તોલાની જેનીહાલની અંદાજીત કિ.રૂ.૨૫,૦૦૦/-છે

તેમજ રોકડા રૂપિયા. ૨૪,૬૦૦/-મળી કુલ સોનાના દાગીના તેમજ રોકડા રૂપિયા મળી કુલ કિ.રૂ.૩,૪૯,૬૦૦/-ના મત્તાની ચોરી કરી કોઇ અજાણ્યા ચોર ઇસમ દ્રારા

ચોરી કરી લઈ જતા પોલીસે ચોરીનું પગેરું મેળવવા પ્રયાસ કર્યો છે.

 

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા