*વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે લોક જાગૃતિ માટે રાધનપુરમાં રેલી યોજાઈ..*
એબીએનએસ,રાધનપુર: 1 લી ડીસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ નિમિતે રાધનપુર ખાતે આવેલ સરકારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને તાલુકા હેલ્થ ઓફીસ રાધનપુર આઈ.સી.ડી.સી. વિભાગ દ્વારા અવેરનેસના ભાગરૂપે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધિક્ષક ડો. કે. કે. પંચાલના માર્ગદર્શન હેઠળ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલથી રેલી નીકળી મેઈન બજાર વડપાસર પોલીસ ચોકીથી સુત્રોચાર કરતા હોસ્પિટલ ખાતે પરત ફર્યા હતાં.
વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે લોક જાગૃતિ ને લઈને રાધનપુરમાં રેલી યોજાઈ હતી.જે રેલીમાં ડો. કૃણાલભાઈ પટેલ, ડો.અરવિંદભાઈ, કાઉન્સેલર સુરેશભાઈ પરમાર, લેબ ટેક ભરતભાઈ, રંજનબેન ચોધરી, ટીએચઓ ઓફીસ સ્ટાફ ફીમેલ હેલ્થ વર્કર,તાલીમ શાળાના પ્રિન્સીપાલ માલતીબેન, ફીમેલ હેલ્થ વર્કર તાલીમ શાળાના સ્ટુડન્ટ સરસ્વતી નર્સિગ કોલેજ રાધનપુરના પ્રિન્સીપાલ રેખાબેન ચૌધરી અને સ્ટુડન્ટ અને હોસ્પિટલ સ્ટાફ ઉપસ્થીત રહી રેલીનું આયોજન સફળ બનાવ્યું હતું.