*ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત લેતા યુપીના બે મંત્રીઓ*
ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત ઉત્તર પ્રદેશ ના શહેરી વિકાસ મંત્રી એ કે શર્મા તેમજ વ્યવસાયિક શિક્ષણ અને કૌશલ્ય વર્ધન વિભાગના રાજ્ય મંત્રી કપિલ દેવ અગ્રવાલે ગાંધીનગરમાં લીધી હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આગામી વર્ષે યોજાનારા મહાકુંભ ૨૦૨૫ ના પ્રારંભ અવસરે ઉપસ્થિત રહેવાનું આમંત્રણ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી વતી આ બે મંત્રીઓએ ગાંધીનગરમાં પ્રત્યક્ષ મળીને પાઠવ્યું હતું.