*2002 ગુજરાત રમખાણ: મોદીની ક્લિન ચિટ પર ફરી સુનાવણી ટળી સુપ્રીમ આવુ ક્યાં સુધી ચાલશે*

સુપ્રીમ કોર્ટે 2002ના ગુજરાત રમખાણો દરમિયાન રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને એસઆઈટી દ્વારા આપવામાં આવેલી ક્લિન ચીટ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી ફરી એક ટળી છે. આ મામલે આગામી સુનાવણી 14 એપ્રિલના રોજ થશે.સુપ્રીમ કોર્ટે આ અંગે જણાવ્યું હતું કે, આ મામલે અનેક વખત સુનાવણી ટળી છે, આવું ક્યાં સુધી થશે. આના પર ક્યારેક તો સુનાવણી કરવી જ પડશે. આ અરજી ઝાકિયા જાફરી દ્વારા દાખલ કરવામાં આવી છે. ઝાકિયા રમખાણોમાં માર્યા ગયેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીની પત્ની છે.