આઈએસઆઈએસ (ISIS)ના કથિત આતંકી અબૂ મૂસાએ રોજ કલકત્તાની એક કોર્ટમાં સુનાવણી દરમિયાન જજ પર બૂટ ફેંક્યું હતું. UAPA કાયદા અંતર્ગત તેની વિરુદ્ધ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જો કે, આ બૂટ જજને લાગ્યું નહોતું.આ આતંકીના બૂટના નિશાને જજની જગ્યાએ NIAના વકીલ તમલ મુખર્જી આવી ગયા હતા. મુખર્જીએ દાવો કર્યો છે, તેઓ બૂટ વાગવાથી ઘાયલ થયા છે.આઈએસઆઈએસ અને જમાત ઉલ મુઝાહિદ્દીન બાંગ્લાદેશ સાથે કથિત રીતે જોડાવા બદલ 2016માં ધરપકડ કરાયેલા મૂસા કાયદાની પકડમાં છે. યુવાનોને કટ્ટર બનાવવાની કથિત ભૂમિકામાં તેના વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે.આ આરોપી અગાઉ પણ જેલમાં આવું હિંસક વર્તન કરી ચુક્ય છે, તેણે બૂટ ફેંકતા પહેલા કોર્ટમાં બૂમો પાડતા કહ્યું હતું કે, તે માણસો માટે બનાવેલા કાયદામાં વિશ્વાસ કરતો નથી. તેને કાયદામાં વિશ્વાસ નથી, તેને ન્યાય નહીં મળે. વર્ષ 2018માં મૂસાએ પ્રેસીડેંસી જેલમાં એક જેલ વોર્ડન પર હુમલો કરી ઘાયલ કર્યો હતો.
Related Posts
*સુરતમાં અગ્રવાલ દંપતી વિરૃધ્ધ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ*
સુરત:ભટાર રોડના રાજ કોમ્પ્લેક્ષના બે ફલેટનો 3.11 કરોડમાં સોદો કર્યા બાદ લોન મંજુર કરાવવા માટે ઓરીજનલ દસ્તાવેજ આપવા માટે વાયદા…
તા.16 મી એ નર્મદા જિલ્લાની કોવીડ આયુર્વેદિક હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર અને તિલકવાડા ના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વર્ચ્યુઅલ લોકાર્પણ કાર્યક્રમ યોજાશે.
તા.16 મી એ નર્મદા જિલ્લાની કોવીડ આયુર્વેદિક હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર અને તિલકવાડા ના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વર્ચ્યુઅલ લોકાર્પણ…
રાજપીપલા નગરના કોરોના પોઝિટિવ વિસ્તારમા સેનેટાઇઝડ કરવામા આવતુ ન હોવાની બૂમો ઉઠી.
રાજપીપળા નગરપાલિકા દ્વારા કોરોનાની મહામારી વચ્ચે પણ સેનેટાઇઝેશન મામલે ધોર બેદરકારી. કોરોનાના પોઝિટિવ દર્દીઓના ધર સુદ્ધા તેમના મોહલ્લામાં સેનેટાઇઝેશનની નગરપાલિકા…