*CA ફાઉન્ડેશનની પરીક્ષાનાં પરિણામ થયા જાહેર*

સુરત સીએ ફાઉન્ડેશનની નવેમ્બર માસમાં લેવાયેલી પરીક્ષાના પરિણામો જાહેર થઈ ચૂકયા છે. ત્યારે સુરતના ૩૧ જેટલા વિદ્યાર્થીઓએ દેશમાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે વિદ્યાર્થીઓના ઝળહળતા પરિણામને લઈ સુરત અને ગુજરાતનું નામ પણ ઉજ્જવળ થયું છે.જ્યારે ઇન્ટરમીડિયેટની પરીક્ષામાં 5 વિદ્યાર્થીઓ ટોપ રેન્કિંગમાં ઝળક્યા છે.સુરતની કનિષ્કા લડિયાએ દેશમાં દસમું સ્થાન પ્રાપ્ત કરી સુરત અને પરિવારનું ગૌરવ વધાર્યું છેબીજી તરફ સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી જવાહર ઇન્સ્ટિટ્યૂટના સાત જેટલા વિદ્યાર્થીઓ પણ સારા માર્કસથી સીએની પરીક્ષામાં પાસ થયા છે.