દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં એક જ દિવસમાં બે અજગર જોવા મળતા કરાયા રેસ્ક્યુ*

ભાણવડ: દેવભૂમિ દ્વારકા નાં ભાણવડ ગામ નજીક કપુરડી નેસ પાસે રાત્રિ નાં સમયે ખેડુ ને એક વિશાળકાય ૧૨ ફૂટનો અજગર દેખા દેતા તેઓએ વન વિભાગ ભાણવડ નો સંપર્ક કરતા જ તુરત વન વિભાગ નાં કર્મચારીઓ અને એનિમલ લવર્સ ગ્રુપના રેસ્ક્યુઅર અશોકભાઈ ભટ્ટ ત્યાં પહોંચી આ આજગર ને રેસકયું કર્યો અને ત્યાર બાદ તે જ સમયે ભાણવડ ની ફ્લકુ નદીના પુલ પર ૭ ફૂટ નો અજગર દેખાતા લોકો નાં ટોળે ટોળા એકત્ર થતા ત્યાં થી પણ આ ગ્રુપ દ્વારા આ અજગર ને પણ રેસકયું કરી આ બન્ને અજગર ને બરડા નાં પ્રાકૃતિક આવાસ માં અજગર ને અનુકૂળ વાતાવરણ માં રિલીઝ કરાયા આ સમગ્ર કામગીરી માં વન વિભાગ નાં કોટા ભાઈ , કરીર ભાઈ , ઓડેદરા ભાઈ, કૂછડીયા ભાઈ તેમજ એનિમલ લવર્સ ગ્રુપના અશોકભાઈ ભટ્ટ જોડાયા હતા.