GST વેરા સમાધાન યોજનામાં સિસ્ટમ થઈ જતા વેપારીઓ પેમેન્ટ કરી શક્યા નહીં.

રદ કરાયેલા GST નંબર ફરીથી એક્ટિવ કરવા માટે વેપારીઓની રજૂઆત, સ્ટાફ નહીં હોવાથી પરેશાની

નારાજ વેપારીઓનો બળાપો રેડ કરવા માટે અધિકારીઓ હોય છે પણ વેપારીઓના પ્રશ્નોના નિરાકરણ માટે નહીં

GSTના અમલ શરૂ થયાને ત્રણ વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે તેમ છતાં હજુ ગમે ત્યારે પોર્ટલ ઠપ્પ થઈ જવાથી વેપારીઓ પરેશાન થઇ રહ્યા છે. સરકારને કરોડો રૂપિયાનો ફાયદો થાય અને સંખ્યાબંધ કેસનો નિકાલ થાય તેના માટે લાવવામાં આવેલી વેરા સમાધાન યોજનામાં વેપારીઓ પોર્ટલ ઠપ્પ થઈ ગયું હોવાને લઈને પેમેન્ટ કરી શકતા નથી. જે મુદ્દે સેલ્સ ટેક્સ બાર એસોસિયેશન દ્વારા જીએસટી કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત કોઈ કારણોસર જે તે વેપારીઓના GST નંબર રદ થયા હોય તેમને ચોક્કસ દંડ ભરીને GST નંબર એક્ટિવ કરવાનો સરકારનો આદેશ હોવા છતાં કર્મચારીઓની અછતને લઇને સંખ્યાબંધ વેપારીઓના નંબર રિએક્ટિવ નહીં થવાને લીધે વેપારીઓની મુશ્કેલી વધી છે

વર્ષોથી પેન્ડિંગ કેસના નિકાલ આવે અને વેપારીઓ તથા ડિપાર્ટમેન્ટને ફાયદો થાય તેના માટે અમલમાં લાવવામાં આવેલી વેરા સમાધાન યોજનાનો હજારો વેપારીઓએ લાભ લીધો હતો અને યોજના ની જોગવાઈ અંતર્ગત વ્યાપારીઓ પેમેન્ટ કરી રહ્યા છે.

પેમેન્ટના હપ્તા ચૂકવવાની છેલ્લી તારીખ જ્યારે પણ નજીક આવે ત્યારે ડિપાર્ટમેન્ટ નું પોર્ટલ ઠપ્થપ ઈ જવાની વેપારીઓની ફરિયાદ ચાલુ મહિને પણ યથાવત રહેવા પામી છે. હપ્તા ભરવાના છેલ્લા દિવસો નજીક આવતા જ ત્રણ દિવસથી પોર્ટલ ઠપ્પ થઈ જવાને કારણે સમાધાન યોજના નો લાભ લેનાર વેપારીઓ યોજના અંતર્ગત રૂપિયા જમાવ્યા કરાવી શક્યા નથી. જેને પગલે તેમને દંડ ભરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે.
હવે ડિપાર્ટમેન્ટની ક્ષતિને કારણે વેપારીઓને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે. આ મુદ્દેસેલ્સ ટેક્સ બાર એસોસિયેશન દ્વારા જીએસટી કમિશનર સમક્ષ હપ્તા ભરવાની મુદત વધારવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

આ ઉપરાંત ઘણા કેસમાં વેપારીઓ દ્વારા ડિપાર્ટમેન્ટમાં ભરવાની થતી સો ટકા રકમ ભરી દેવામાં આવી હોવા છતાં તેમના પેન્ડિંગ કેસ માં ઓર્ડર નહીં થવાને કારણે વ્યાપારીઓની મુશ્કેલીઓ વધી છે.

એસોસિએશન દ્વારા કમિશનર સમક્ષ એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે કોઈ કારણોસર વેપારીનો GST નંબર રદ કરી દેવામાં આવ્યો હોય તો ચોક્કસ દંડ ભરીને તેનો GST નંબર ફરીથી એક્ટીવ કરી દેવો જેને કારણે વેપારી નો વેપાર ધંધો શરૂ થઈ જાય. આવો સરકારનો આદેશ છે તેમ છતાં ઘણા વેપારીઓ ના નંબર એક્ટિવ કરાતા નથી હવે આ બાબતે વેપારીઓ દ્વારા ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવે છે ત્યારે અધિકારીઓ પૂરતો સ્ટાફ ની હોવાને કારણે GST નંબર એક્ટિવ કરવાની કામગીરી નહીં થઈ શકતી હોવાનું કારણ આપી વેપારીઓને રવાના કરી દેતા હોય છે. ત્યારે વેપારીઓની રજૂઆત છે કે જ્યારે મોટી સંખ્યામાં કર્મચારીઓ ખાતાકીય પરીક્ષા માટે જઈ રહ્યા છે ત્યારે તેની ડિપાર્ટમેન્ટ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવી અનિવાર્ય છે.

વેપારીઓની એવી પણ રજૂઆત છે કે જ્યારે ડિપાર્ટમેન્ટ દ્વારા કોઈ રેડ પાડવાની કામગીરી કરવામાં આવે ત્યારે મોટી સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત હોય છે પરંતુ જ્યારે વેપારીઓના હિતની કામગીરી કરવાની આવે ત્યારે ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સ્ટાફની અછત હોવાનું કહી કામગીરી ટાળી રહ્યા છે