નાંદોદ તાલુકાના ચિત્રાવાડી ગામની પરિણીતાના પતિએ ચપ્પુ હુલાવી દેતાં પત્નીને ગંભીર. પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપતા પતિદેવ સામે પત્નીને પોલીસ ફરિયાદ.

રાજપીપળા, તા. 27
નાંદોદ તાલુકાના ચિત્રાવાડી ગામની પરિણીતાના પતિએ ચપ્પુ હુલાવી દેતાં પત્નીની હાલત ગંભીર બની હતી, ઉશ્કેરાયેલા પતિએ પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપતા પતિદેવ સામે પત્ની રાજપીપળા પોલીસ ફરિયાદ કરી છે. ફરિયાદી પાર્વતીબેન અરવિંદભાઈ જયસ્વાલ (રહે, ચિત્રાવાડી,ધર્મેશ્વર મહાદેવ મંદિર પાસે) એ આરોપી અરવિંદભાઈ જયસ્વાલ(રહે,ચિત્રાવાડી) સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ ફરિયાદી પાર્વતીબેન તથા આરોપી અરવિંદભાઈ પતિ-પત્ની થતા હોય તેઓ ઘરે થી રાજપીપળા રાજરોક્ષીની પાસે મજૂરીકામ એ આવેલા પરંતુ મજૂરી કામ ન મળતા પાર્વતીબેન અને તેના પતિ અરવિંદભાઈને પરત ઘરે મોકલી દીધેલ. પરંતુ ઘરની ચાવી તેના પતિ પાસે રહી ગયેલ હતી,જેથી પાર્વતીબેન એ ઘરે જઈ તાળું તોડી નાખતા,પાર્વતીબેન ઘરમાં કપડાં શોધતી હતી, તે વખતે તેનો પતિ અરવિંદભાઈ ઘરે આવતા તેને જણાવેલ કે ઘરનું તાળું કેમ તોડી નાખેલ, તું ચાલવા માટે તમારા ઘરે જતી રહે તારું કામ નથી, તેમ જણાવતા પાર્વતીબેન જણાવેલ કે મારા કપડાં લઇ લેવા દો પછી હું જતી રહી તેમ કહેતા આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇ ગમેતેમ ગાળો બોલી ઘરમાં પડેલા લાકડી લઇ માથાના પાછળના ભાગે તેમજ રસોડાના ભાગે પડેલ ચપ્પુ લઈ મારવા જતા પેટની જમણી કૂખ તરફ સાધારણ વાગી જતા ચામડી કપાઈ જતાં ઈજા પહોંચી હતી. અને જાનથી મારી નાખવાની ધમકી આપતા પતિ સામે પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા