રાજપીપળા વિસ્તારમાં છેતરપિંડીના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતો ફરતો તેમજ અન્ય જિલ્લાઓમાં 11 સિવિલ કેસમાં વોન્ટેડ આરોપી ઝડપાયો.
આરોપીને એલસીબી નર્મદા પોલીસે વડોદરા ખાતેથી ઝડપી રાજપીપળા પોલીસને હવાલે કર્યો.
રાજપીપળા,તા.31
રાજપીપળા વિસ્તારમાં છેતરપિંડીના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતો ફરતો તેમજ અન્ય જિલ્લાઓમાં 11 સિવિલ કેસમાં વોન્ટેડ તરીકે જાહેર થયેલ આરોપીને એલસીબીએ નર્મદા પોલીસે વડોદરા ખાતેથી ઝડપી રાજપીપળા પોલીસને હવાલે કર્યો છે.
એલ.સી.બી.પી.આઈ પટેલના જણાવ્યા અનુસાર એલસીબી સ્ટાફના માણસો દ્વારા જિલ્લાના નાસતા-ફરતા આરોપી ઓની મોજ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ આધારે રાજપીપળા પોલીસ મથકના ગુનામાં નાસતા ફરતા આરોપી રાજેશકુમાર ભીખાભાઈ પરમાર (રહે ગુણેશીયા તા.ઘોઘંબા જી.પંચમહાલ )ને વડોદરા ખાતેથી ઝડપી રાજપીપળા પોલીસને સોંપવામાં આવેલ છે.
આ આરોપીને તાલુકા કોર્ટ હાલોલમાં,સિવિલ કોર્ટ ગોધરા,તાલુકા કોર્ટ ઉમરેઠ, કઠલાલ કોર્ટે,તાલુકા કોર્ટ આમોદ.તાલુકા કોર્ટ તથા બોડેલી કોર્ટ કેસ સહિત 11 જેટલા સિવિલ કેસમાં અન્ય જિલ્લાઓમાં નેગોશીએબલ 138 મુજબના કેસોમાં વોન્ટેડ હોય આ રીઢા ગુનેગારને ઝબ્બે કરવા પોલીસ અધિક્ષક નર્મદા દ્વારા જીલ્લામાં તમામ પ્રકારના ગુનાઓના કામે નાસતા ફરતા આરોપીઓને પકડવાની સખત સૂચનાના પગલે નર્મદા પોલીસે દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી જેલને હવાલે કરેલ છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા