રાજપીપળા એસટી ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા કર્મચારી આશિષકુમાર પોઇચા પુલથી નર્મદા નદીમાં છલાંગ મારતા ચકચાર.

રાજપીપળાથી નાશિક રૂટ પર ફરતા ડ્રાઈવર નાસીક થી રાજપીપળા ડેપો આવ્યા, બાદ પોઇચા પુલ પરથી કેમ છલાંગ લગાવી તેનું રહસ્ય અકબંધ.

ભારે શોધખોળ છતાં ડ્રાઇવરની ભાળ મળી નથી.

પોઇચા પુલ ઉપર બસ ઉભી રાખી અને તેમાંથી ડ્રાઇવર નીચે ઉતરી પેસેન્જરોની નજર સામે જ પુલ પરથી નદીમાં છલાંગ લગાવી કુદી પડતાં મુસાફરો પણ આવક બની ગયા !

રાજપીપળા,તા. 27

રાજપીપળા એસટી ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા કર્મચારી આશિષકુમાર એ પોઇચા પુલથી નર્મદા નદીમાં છલાંગ મારતા ચકચાર મચી જવા પામી છે.રાજપીપળા થી વડોદરા જવા નિકળેલો ડ્રાઇવર સાંજે 5 કલાકે પોતાની બસ નંબર જીજે 18 ઝેડ 5630 લઈને વડોદરા કીર્તિસ્થંભ તરફ જતા હતા, ત્યારે 5. 50 કલાકે પોતાની બસ પોઇચા પુલ ઉપર બસ ઉભી રાખી અને તેમાંથી ડ્રાઇવર નીચે ઉતરી પેસેન્જરોની નજર સામે જ પુલ પરથી નર્મદામાં છલાંગ લગાવી કુદી પડતાં મુસાફર અવાક બની ગયા હતા. અને તરત જ ત્યાં લોકટોળા ઉમટી આવ્યા હતા. જોકે મુસાફરોએ તાત્કાલિક પોલીસ અને એસ.ટી.ડેપો ના અધિકારીને જાણ કરતાં તરત જ ઘટનાસ્થળે પોલીસ અને અધિકારીઓ દોડી આવ્યા હતા. જોકે ડ્રાઇવરની ભારે શોધખોળ કરવા છતાં તેનો કોઇ પત્તો લાગ્યો ન હતો કેટલાય મુસાફરો એ તેનો વિડિયો મોબાઇલમાં ઉતાર્યો હતો.જેમાં નીચે કૂદી પડયા પછી નર્મદા નદીના પાણીમાં તરવાની કોશિશ કરતો જણાતો હતો,હવે એ બચી ગયો છે. કે ડૂબી ગયો છે,તેની પોલીસ પણ મેળવી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા એસટી ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા અને હાલ રાજપીપળા થી નાસિક રોડ પરથી પરત ફરતાં આસીશ રણછોડભાઈ મુંડવાલા ( ઉ. વ. 37) એ લગભગ સવારે 7 વાગ્યે નાસિક થી રાજપીપળા એસટી ડેપો આવ્યા, બાદ સાંજે લગભગ 5.55 કલાક વાગે પોઇચા પુલ પરથી ભૂસકો મારતા ચકચાર મચી જવા પામી હતી. જોકે સાંજના સમયે અંધારું થઈ જતા હજુ પોઇચા નર્મદા નદીમાં છલાંગ લગાવનાર આશિસની કોઈ ભાળ મળી નથી. આશીસે કયા કારણોસર પગલું ભર્યું તે અંગે અનેક અટકળો થઈ રહી છે. તેનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળેલ નથી. આ અંગે પોલીસ તપાસ કરી રહી છે.

રિપોર્ટ : જયોતિ જગતાપ,રાજપીપળા