રાજપીપળા, તા 26
આગામી ૩૧મી ઓકટોબરના રોજ કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી થનાર છેજેમા વડા પ્રદાન નરેન્દ્ર મોદી પધારવાના છે ત્યારે સરદાર સરોવર નર્મદા બંધને લાઈટિંગથી આકર્ષક રીતે સજાવવામાં આવ્યો છૅ .આગામી ૩૧મી ઓક્ટોબર 20 ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડીયા આવશે અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી થનાર છે ત્યારે કેવડીયા સહિતના આસપાસના વિસ્તારને લાઈટિંગથી સજાવવામાં આવ્યો છે ઉપરાંત સરદાર સરોવર નર્મદા બંધને પણ લાઈટિંગથી સજાવવામાં આવ્યો છે ક્યારેય ન જોયો હોય તેવો નર્મદા બંધ નો આહલાદક નજારો સામે આવ્યો છેરાત્રે સ્ટેચ્યુ પરિસર પણ લાઇટિંગથી ઝગમગી ઉઠયુ છે
તસવીર: જયોતિ જગતાપ,રાજપીપળા