ગરૂડેશ્વર તાલુકાના આમદલા ગામની ઘટના. પરણિત મહિલાને પતિ દ્વારા મેણાટોણા મારી શારીરિક ત્રાસ આપી, પત્નીને છૂટાછેડા લેવાનો જણાવતા લાગી આવતા પત્નીએ જંતુનાશક દવા પી જઇ આપઘાત કરતાં પત્નીનું મોત.

ગરૂડેશ્વર તાલુકાના આમદલા ગામની ઘટના.

પરણિત મહિલાને પતિ દ્વારા મેણાટોણા મારી શારીરિક ત્રાસ આપી, પત્નીને છૂટાછેડા લેવાનો જણાવતા લાગી આવતા પત્નીએ જંતુનાશક દવા પી જઇ આપઘાત કરતાં પત્નીનું મોત.

પતિ સામે દુષ્પ્રેરણાની ફરિયાદ.

રાજપીપળા,તા.28

ગરૂડેશ્વર તાલુકાના આમદલા ગામે પરિણીત મહિલાએ પતિ દ્વારા મેણાટોણા મારીને ત્રાસ આપી પત્નીને છૂટાછેડા લેવા જણાવતાં પત્નીને લાગી આવતા પત્નીએ જંતુનાશક દવા પી જઈ આપઘાત કરતા પત્નીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ અંગે કેવડીયા પોલીસમાં પતિ સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં ફરિયાદી વિક્રમભાઈ બાણજીભાઈ તડવી (રહે, આમદલા,સરકારી ફળિયુ)એ આરોપી સુનિલભાઈ ગણપતભાઈ તડવી (રહે, ભીલવશી ) પર ફરિયાદ કરી છે.

ફરિયાદની વિગત મુજબ આરોપીએ પોતાની પત્નીને તારે તારા પિયરમાં કોઈની સાથે લફરું છે. તેવો વહેમ રાખી મેણાં ટોણાં મારી સારી રાત આપતા હતા.તેમને પત્નીને છૂટાછેડા લેવાના છે, તેવું જણાવી પિયરમાં તેડવા નહીં આવતા મરનાર કલાવતીબેન વિક્રમભાઈ તડવી (રહે,આમદલા, સરકારી ફળિયુ)ને લાગી આવ્યું હતું, અને જંતુનાશક દવા પી લઇ આપઘાત કર્યો હતો, જેમાં પત્નીને આપઘાત કરવા દુષ્પ્રેરણ કરવા તેને તેના પતિ દ્વારા માનસિક ત્રાસ સહન ન થતા પોતે જંતુનાશક દવા પી જ આપઘાત કર્યો હતો. તેને સારવાર માટે દવાખાને દાખલ કરી હતી,પણ તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.આ બાબતની ફરિયાદ કેવડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા સીઆરપીસી 157 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા