*વડાપ્રધાન મોદીનો 21-22 માર્ચનો ગુજરાત પ્રવાસ રદ્દ કરાયો*

ગાંધીનગરઃ કોરોના વાયરસને મહામારી જાહેર કરવામાં આવી છે અને વિશ્વના કેટલાય દેશોમાં કોરોનાએ પોતાનો કહેર વરસાવ્યો છે. આ વાયરસને કારણે ભારતમાં પણ એક વ્યક્તિનું મોત થયું છે. કોરોના વાયરસને લઈ મોદી સરકાર અત્યંત ગંભીર છે અને આ વાયરસ વધારે પ્રસરે નહી તે માટેનાં તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે. ત્યારે કોરોના વાયરસને કારણે વડાપ્રધાન મોદી મોદીએ 21 અને 22મી માર્ચનો પોતાનો બે દિવસીય ગુજરાત પ્રવાસ રદ્દ કરી દીધો છે