*રસી પહેલા રક્તદાન અંતર્ગત
બીજી રક્તદાન શિબિર સફળતા પૂર્વક પરિપૂર્ણ*
યુથ હોસ્ટેલ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા, બાપુનગર અમદાવાદ દ્વારા તા. 9-5-2021, રવિવાર, સવારે 9.30 થી 12.30 દરમ્યાન સરદાર પટેલ ડાયમંડ બ્રિજ નીચે, શ્યામ શિખર સામે, ઇન્ડિયા કોલોની ચાર રસ્તા, બાપુનગર, અમદાવાદ ખાતે સંલગ્ન રેડક્રોસ બ્લડ બેંક યોજાયેલ રક્તદાન શિબિરમાં 10 રક્તદાતાઓ એ રક્તદાન કરીને માનવતાનું કાર્ય કરીને ફરજ બજાવી છે. ઉનાળાની ગરમીમાં કાયમ રક્તની અછત સર્જાતી હોય છે. આ ઋતુમાં એક બોટલ રક્ત દસ બોટલ બરાબર હોય છે. મોટાભાગના રક્તદાતાઓ એ છે કે જેમને વેક્સીન લેવાની બાકી છે સૌને અભિનંદન.
બર્ડ રેસ્ક્યુના સંયોજક મહેશ પટેલે 63મી વખત તેમજ જાણીતા દાંતના ડોકટર શ્રવણ જોશીએ રક્તદાન કર્યું હતું.
સહયોગી સંસ્થાઓ
પ્રાઈમ સેવા ગ્રુપ, ભારત વિકાસ પરિષદ, પ્રિન્ટર્સ એસોસિએશન અમદાવાદ, પારેવડાં ગ્રુપ, કરુણા ચેરીટેબલ ટ્રસ્ટ, સરસ્વતી નાગરિક સમાજ, શ્યામ શિખર તથા શાયોના આર્કેડ નો ખૂબ ખૂબ આભાર. રક્તદાતાઓનો ઉત્સાહ જોઈને દરેક રક્તદાતાને જય વિઝન મોબાઈલ તરફથી હેન્ડ્સ ફ્રી, પ્રાઈમ ઇલેક્ટ્રોનિકસ તરફથી ટ્રાવેલીંગ બેગ અને કરુણા ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી પક્ષીઓને પાણી પીવાના કુંડા અને માળા ભેટ આપીને તથા કમલેશ કકાણી, અતુલ ઘાડિયા, ભાનુભાઈ કોઠીયા, સોમાભાઈ પટેલ, અશ્વિન કાનકડ, ધીરુભાઈ કોઠીયા, છગનભાઇ પટેલ તથા જીતેન્દ્ર પટેલ હાજર રહીને રક્તદાતાઓનો ઉત્સાહ વધારવા બદલ સૌને અભિનંદન.