31 મી એ પીએમ મોદીને કેમલ બેન્ડ દ્વારા 21 બ્યુગલોથી સલામી અપાશે, સુરક્ષા માટે કેન્દ્રીય ગુપ્તચર વિભાગ પણ સતર્ક.
અલગ-અલગ સુરક્ષા કંપનીઓ દ્વારા કેવડિયા ખાતે એકતા પરેડનું રિહર્સલ ચાલી રહ્યું છે.
રાજપીપળા, તા. 28
સ્ટેચ્યુ ઓફ યુનિટીને આગામી 31 મી ઓક્ટોબર જેમ જેમ નજીક આવી રહી છે. તેમ-તેમ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ થઇ રહી છે 31 ની રાષ્ટ્રીય એકતા પરેડમાં પીએમ મોદી ભાગ લેવાના છે. ત્યારે 31મીએ પીએમ કેમલ બેન્ડ દ્વારા 21 બ્લુગ્લો થી સલામી અપાશે.તંત્રએ કાર્યક્રમને લઇને તમામ કામગીરી ને આખરી ઓપ અપાઈ રહ્યો છે. અલગ અલગ સુરક્ષા કંપનીઓમાં રાજ્ય પોલીસ દળ, કેન્દ્રીય દળની ટુકડીઓ, એનએસજી , સીઆઈએસએફ, એનડીઆરએફ, સીઆરપીએફ ,ગુજરાત પોલીસ અને જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા એકતા પરેડ સંદર્ભે કેવડિયા ખાતે એકતા પરેડનું રિહર્સલ ચાલી રહ્યું છે.
જેમાં પીએમઓ સતત ગુજરાતના અધિકારીઓ ને માર્ગદર્શન આપી રહ્યા છે. સ્ટેટ આઈબી સતત સેન્ટ્રલ આઈબી સાથે સંકલન સાધી રહ્યા છે. દિલ્હીથી આવનાર ટોચના અધિકારીઓ બંદોબસ્ત સ્કિમની ગુજરાતના જવાબદાર અધિકારીઓ સાથે ચર્ચા કરશે.પીએમ મોદીને રાષ્ટ્રિય એકતા દિવસની પરેડ દરમિયાન કેમલ બેન્ડ દ્વારા 21 બ્યુગલોથી સલામી અપાશે.
મૂળ ગુજરાત કેડરના જ્ઞાનેન્દ્રસિંઘ મલિકે પરેડની જવાબદારી સંભાળી છે. આ ઐતિહાસિક પ્રસંગોની ઉજવણીમા કોઈ કચાસ ન રહે તે માટે ગાંધીનગર ચિલોડા બીએસએફ હેડ કવાટરથી નર્મદાની તેઓ મુલાકાત લઈ ચૂકયા છે.
વડાપ્રધાનના સુરક્ષા બંદોબસ્તમાં સરહદી સુરક્ષાની તથા પીએમ બંદોબસ્તમા એસપી સૌરભ તોલમ્બિયા બાદ હવે રાજકોટ પોલીસના ડીસીપી મનોહરસિહ જાડેજાને તેમના પીએમ બંદોબસ્તમાં આ અનુભવ આધારે ત્રીજી વખત પસંદગી ઉતારવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાત્રિ રોકાણ નર્મદા કેવડિયા ખાતે કરવાના હોવાથી ગુજરાતનું ગુપ્તચર તંત્ર સતત કેન્દ્ર ગુપ્તચર સાથે સંકલનસાધી ઈનપૂટ મેળવી રહ્યું છે. કેવડીયામા પીએમ બંદોબસ્ત ધરતી, આકાશ અને જલમાર્ગ વિસ્તારોમાં પણ રખાશે.
રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા