મોટરસાયકલ ચાલકને ગંભીર ઈજા.
રાજપીપળા, તા. 28
ગરૂડેશ્વર તાલુકાના ભાદરવા ટેકરા પાસે અજાણ્યા ટ્રક ચાલકે મોટરસાયકલ ચાલકને ટક્કર મારી કરતાં પાછળ બેસનાર મહિલાનું મોત નીપજ્યું છે જ્યારે મોટરસાયકલ ચાલકને ગંભીર ઈજા થવા પામી હતી.આ અંગે ગરૂડેશ્વર પોલીસ માં અજાણ્યા વાહનચાલક સામે અકસ્માત મોતનો ગુનો ની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
ફરિયાદની વિગત મુજબ અજાણ્યા ટ્રક ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી ભાદરવા ટેકરા પાસે રોડ પર મોટરસાઈકલ ચાલકને ટક્કર મારી અકસ્માત કર્યો હતો જેમાં મોટરસાયકલ ચાલકને શરીરે ઈજાઓ થઈ હતી તથા પાછળ બેઠેલ નિશાબેન નરેશભાઈ રાઠવાની પણ શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડતા, નીશાબેન ને પ્રથમ સારવાર રાજપીપળા હોસ્પિટલ ખાતે કરાવી વધુ સારવાર માટે એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે લઇ જતા નીશાબેનને ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા. જ્યારે મોટરસાઈકલ ચાલકને પણ ગંભીર ઇજાઓ થતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા