એચ.એ.કોલેજમાં સાઈબર
સીક્યોરીટી વિષય ઉપર વર્કશોપ યોજાયો
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલના નેજા હેઠળ “સાઈબર સીક્યોરીટી એવેરનેશ” વિષય ઉપર વર્કશોપ યોજવામાં આવ્યો હતો. સાઈબર સીક્યોરીટી સર્વીસીસના નિષ્ણાત લકીરાજસિંહ ઝાલાએ મુખ્ય વક્તા તરીકે વિષય સંલગ્ન વિવિધ મુદ્દાઓ રજૂ કર્યા હતા. તેમણે કહ્યું હતુ કે આજના ઈન્ટરનેટ યુગમાં લોકો જુદા જુદા ડીવાઇસનો ઉપયોગ કરે છે. થોડાક સમયમાં 5G સર્વીસ શરૂ થશે. બીન જરૂરી એપ્લીકેશન ડાઉનલોડ કરવાથી ડીવાઈસ હેક થઇ શકે છે. 2021ના વર્ષમાં દર 5 સેકન્ડે ડીવાઇસમાં એક વાઇરસ એટેક થશે. ફ્રી વાઈફાઈનો ઉપયોગ પણ જોખમી છે. દરેક ડીવાઇસમાં પાસવર્ડ એકદમ સ્ટ્રોંગ હોવો જોઈએ. અજાણ્યા ઈમેઈલ અથવા લીન્ક ડાઉનલોડ કરવાથી પણ ડીવાઇસ હેક થઇ શકે છે. વિદ્યાર્થીઓએ પણ પ્રશ્નો પૂછીને સેશન જીવંત બનાવ્યું હત. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે પ્રાસંગોચિત વક્તવ્ય આપ્યું હતુ. આ વર્કશોપનું સંચાલન પ્રા.મહેશ સોનારાએ કર્યું હતુ.