ચિકદા પેટ્રોલ પંપના એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા કર્મચારી ઉપર થયેલ હમલામાં કર્મચારીને 24 ટકા આવ્યા.

બેભાન જેવી અવસ્થામાં દેડીયાપાડા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા તમામ હુમલાખોરો સામે પોલીસ ફરિયાદ.
તમામ ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન.
રાજપીપળા,તા. 28
દેડિયાપાડા તાલુકાના ભરાડા ગામના પુલ નજીક આવેલ ત્રણ રસ્તા આગળ બોરસણ ગામ તરફ જવાના રસ્તાના ટ્રેનિંગમાં પર ગામની સીમમાં ઉમરપાડા ખાતે આવેલ સુરત ડિસ્ટ્રિક્ટ કો. ઓપરેટિવ બેંકમાં પેટ્રોલ ડીઝલની ખરીદી કરવા માટે રોકડા રૂ. 8, 08, 000/- જમા કરાવવા ગઈ એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા કર્મચારી ઉપર થયેલા હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા કર્મચારીને 24 ટકા આવ્યા છે. તેને હોકી અને તલવાર જેવા હથિયારોથી પાંચ જેટલા ઇસમોએ હુમલો કરતા કર્મચારી અમરસિંગભાઈ જાલમસીંગભાઈ વસાવા (રહે, ચારણી, નિશાળ ફળિયુ, તા. ઉમરપાડા જી. સુરત) ગંભીર રીતે ઘવાયા હતા. અને તેમને દેડીયાપાડા હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેઓ બેભાન અવસ્થામાં સારવાર હેઠળ છે. જ્યારે તમામ હુમલાખોરો હુમલો કરીને નાનુડી ફરાર થઈ ગયા હોય દેડીયાપાડા પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
જેમાં 8, 08, 000/- હજારની લૂંટ કરી બજાજ ટુ ટ્વેંટી કાળા જેવા રંગની નંબર પ્લેટ વગરની બાઈક ઉપર બેગ લઈ બે આરોપીઓ ભરાડા ગામ તરફ નાસી ગયા છે. તથા બીજા ત્રણ આરોપીઓ બીજી મોટરસાયકલ બોરસાન ગામ તરફ નાસી જઇ તમામ પાંચેય આરોપીઓ નાસી જતા તેમને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.
રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા